લોકો લગ્ન બાદ પુત્ર પ્રાપ્તિની ઘેલછા રાખવાતા હોય છે, અને જો ત્રણ, ચાર પુત્રી થયા બાદ પણ જો પુત્ર ન થાય તો સમગ્ર પરિવાર પુત્રવધુ (પત્ની) ને ત્રાસ આપવાનું શરૂ કરી દે છે, જેના કારણે મહિલાની આખી જિંદગી નર્ક બની જાય છે, ત્યારે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો.
પશ્ચિમ બંગાળના વર્ધમાન પૂર્વમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. પતિ પર આરોપ છે કે પુત્રને જન્મ ન આપતા પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખીને હેરાન કરવામાં આવી છે. હાલમાં આ પીડિતાને ગંભીર હાલતમાં કાલના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાનમાં એક મહિલા સાથે બર્બરતાની ઘટના સામે આવી છે. એક પતિ પર આરોપ છે કે પુત્રને જન્મ ન આપતા પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખીને હેરાન કરવામાં આવી છે. આ મહિલાને હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જયારે, પોલીસે આરોપી પતિ તૌફીક શેખની ધરપકડ કરી અને તેને ગઈકાલે કાલના સબ-ડિવિઝનલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. આરોપી પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498A/307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
માનવતાને શરમાવે તેવી ઘટના પૂર્વ બર્દવાનના કાલના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાગનાપારાના બિજારા વિસ્તારની છે. મળતી માહિતી મુજબ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીને પહેલાથી જ બે પુત્રીઓ છે. જો કે તેને પુત્રીઓ થયા પછી જ તેને ત્રાસ આપવામાં આવતો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે પતિ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખીને તેને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત તેને તેના પતિ પર તેને જાનથી મારી નાખવાનો પ્રયાસનો પણ આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, કાલના નિવુજી કંપનીડાંગા વિસ્તારની રહેવાસી શરીફા બીબીના લગ્ન 2016માં કાલનાના બગનાપારા બિજારા વિસ્તારના તૌફીક શેખ સાથે થયા હતા. બે પુત્રી ઓને જન્મ આપ્યા પછી તેને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ સમગ્ર મામલે પીડિતાના જણાવ્યા મુજબ, તેનો પતિ ઘણા મહિનાઓથી તેને માનસિક અને શારીરિક રીતે નિર્દયતાથી ત્રાસ આપી રહ્યો હતો. પતિ તૌફીક શેખે તેને ત્યાં સુધી કહી દીધુ કે તે તેને છૂટાછેડા આપી દેશે બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે, જે પુત્રને જન્મ આપશે.
બીજી તરફ, ઉત્પીડનની ફરિયાદ બાદ પીડિતાના સંબંધીઓ તેના સાસરિયાના ઘરે પહોંચ્યા અને શનિવારે તેને કાલના અનુમંડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પીડિતાના પિતા ભુલુ શેખે કહ્યું કે, તેની પુત્રી પર નિર્દય અત્યાચારની વાત સાંભળ્યા પછી અમે તેને સાસરિયા માંથી કોઈ રીતે છોડાવી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદ આ મામલાની ફરિયાદ કાલના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી.
બીજી તરફ પીડિતાની સાસુ રેણુકા શેખે બધા આરોપોને ખોટા કહ્યા છે. તેણે કહ્યું કે તેના પુત્રએ એકવાર પુત્રવધૂ સાથે મારપીટ કરી હતી. આનાથી વધારે કંઈ નથી કર્યું. તેને પુત્રવધૂ (પીડિતા) પર જ કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે.