હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી, રાજ્યમાં આટલા દિવસ સુધી રહેશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીથી થોડી રાહત મળી છે પરંતુ ઠંડીને લઈને આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એક વખત ઠંડીનું જોર વધવાનું છે. રાજ્યમાં આગામી થોડા દિવસો તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેના લીધે ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠંડીની અસર સાથે વાદળછાયુ વાતવરણ રહેવાની શક્યતા છે. જ્યારે પાંચ દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા છે. જ્યારે આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટાડો રહેવાની શક્યતા છે. તેની સાથે 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે.હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલા રૂપે જણાવવામાં આવ્યું છે કે, બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
તેની સાથે રાજ્યમાં સતત છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં ભારે ઉથાપપાથલ જોવા મળી રહી છે. ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના લીધે અનેક બીમારીઓએ જોર પકડ્યું છે. જયારે રાજ્યમાં સતત કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તેની સાથે ઠંડીએ પણ જોર પકડ્યું હતું. તેની સાથે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ અપીલ કરવામાં આવી છે. દરિયામાં ઝડપી પવનો ફુંકાવાના કારણે દરિયો ન ખેડવા માછીમારોને અપીલ કરવામાં આવેલ છે.