GujaratMadhya Gujarat

કચ્છ માં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી ઝડપાઇ

કચ્છ માંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવનાર મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, ભચાઉના ચોપડવા બ્રિજ પાસે ગોલ્ડન હોટલ નજીક થાર કારમાં દારૂ સાથે બંન્નેને સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જાણકારી આધારે પોલીસને બાતમી મળી હતી કે સફેદ કારમાં દારૂના જથ્થા સાથે એક કાર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, પોલીસની ટીમ દ્વારા બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ પોલીસ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઈ જવાનાં ભયથી મહિલા પોલીસકર્મી અને બુટલેગર દ્વારા પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા બન્નેને ઝડપી પાડ્યા અને કારની તપાસ કરી તો  તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળ્યા હોવાનું સામે આવ્યું છે.

તેની સાથે પોલીસકર્મી નીતા ચૌધરીની વાત કરીએ તો તે અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચુક્યા છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬ થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.  દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં રહેલા હતા. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા છે.