GujaratJunagadhSaurashtra

મહિલાઓ ફ્રીમાં જોઈ શકશે ‘ધ કેરલા સ્ટોરી’, આ રીતે મેળવો ટીકીટ

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ છેલ્લા થોડા સમયથી બોક્સઓફીસ પર ધમાલ મચાવી રહી છે. તેના લીધે ફિલ્મનું ચારોતરફ ચર્ચાઓ પણ થઈ રહી છે. જ્યારે આ ફિલ્મને લઈને જૂનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આગામી 11 મી મેથી 19 મી મે સુધી ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને જૂનાગઢમાં નિઃશુલ્ક બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ નવ દિવસ સુધી દરરોજ બપોરના સમયે 12 વાગ્યાથી 3 વાગ્યાના શોમાં દેખાડવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આનો ફાયદો માત્ર માતાઓ અને બહેનોને જ મળશે. આ સિવાય ફિલ્મની ટીકીટ માટે ધારાસભ્ય કાર્યાલયનો સંપર્ક કરવાનું કહેવામાં આવેલ છે.

જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. સુદિપ્તો સેન દ્વારા ડાયરેક્ટ કરવામાં આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનું સામે આવ્યું છે. છે. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ ની વાત કરીએ તો તેને 5 મેના રોજ કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ આપવામાં આવી રહ્યો છે.

તેની સાથે આ બાબતમાં હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ કેરલા સ્ટોરીને રિલીઝ કરાવા દેવી ન જોઈએ. તેમ છતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા આ ફિલ્મ પર કોઈપણ પ્રકારની આપત્તિ વ્યક્ત કરવામાં આવી નહોતી. આ ફિલ્મમાં ધર્મ પરિવર્તન સહિત અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો છે. આ ફિલ્મ પર અત્યાર સુધી ટીકાઓ કરવામાં આવી રહી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે.