GujaratSouth GujaratSurat

ભાજપના યુવા કાર્યકર્તાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, બે બાળકો બન્યા નિરાધાર

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે સુરતના વરાછામાંથી એવા જ એક સમાચાર સામે આવ્યા છે. વરાછામાં રહેનાર અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. તેના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

ભાજપના અગ્રણી કાર્યકર્તા શૈલેષ ઝાલાવાડિયા દ્વારા ઘરમાં આત્મહત્યા કરી લેવામાં આવતા પરિવારજનો થે દુઃખનો પહાડ તુટી પડ્યો છે. શૈલેષ ઝાલાવાડિયા દ્વારા કરવામાં આવેલા આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વરાછાના સીમાડા નાકા નજીક આવેલ મણિનગર સોસાયટીમાં રહેનાર 38 વર્ષીય શૈલેષ જયસુખ ઝાલાવાડિયા છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય કાર્યકર્તા તરીકે રહેલા હતા. જ્યારે ડી. જે. નો વ્યવસાય કરનાર શૈલેષ ઝાલાવાડિયાને બે બાળકો પણ છે. શૈલેષના માતા-પિતા અને તેમની પત્ની ઘરના હોલમાં ટીવી દેખી રહ્યા હતા. તે સમયે શૈલેષ દ્વારા બેડરૂમમાં પંખામાં શાલ વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.

પરિવારજનોને આ બાબતની જાણ થતા જ તાત્કાલિક હોસ્પિટલ ખાતે શૈલેષને લઈને ગયા હતા. તે દરમિયાન ફરજ પર હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવાજનો દુઃખ પહાડ તૂટી પડ્યો હતો.

આ ઘટના બાદ સમગ્ર વરાછા પંથકમાં તથા ભાજપ સહીત સમાજના આગેવાનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા શૈલેષ ઝાલાવાડિયા દ્વારા આ રીતે અચાનક આ પગલું ભરવામાં આવતા આ વાત કોઈના ગળે ઉતરી રહી નથી. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે