GujaratIndia

યુવકના લગ્ન કાલે થવાના હતા પરંતુ અકસ્માતે યુવકનો લીધો ભોગ

આજે આબુરોડના માવલ ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક યુવાન લગ્ન કરવાનો હતો પરંતુ લગ્ન કરે તે પહેલા જ અકસ્માતનો ભોગ બન્યો છે તેના લીધે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમાં જાણકારી સામે આવી છે કે, આ રબારી પરિવારનો યુવક હતો અને તે પોતાના લગ્નની કંકોત્રી આપવા જઈ રહ્યો હતો તે સમયે એક વાહન ટકરાયો જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, આબુ રોડ પર માવલ ગામના શંકરભાઈ રબારીના લગ્નનો તામજામ ચાલી રહ્યો હતો. એવામાં 22 વર્ષીય યુવક શંકરના લગ્ન ચંદ્રાવતી ગામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ આ લગ્ન પહેલા જ યુવકનું મોત થઈ ગયું છે. આ યુવકના 11 ફેબ્રુઆરીના રોજ ચંદ્રાવતી ગામમાં લગ્ન થવાના હતા. તેની સાથે એ પણ જાણવા મળ્યું છે જે ગામમાં શંકર જાન લઈને જવાનો હતો તે જ ગામમાં શંકર અને તેના ફોઈના છોકરાનુ કરૂણ મોત થયું છે.

જેના લીધે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના વિશે વાત કરીએ તો આબુ રોડ પર ચંદ્રાવતી બ્રિજ પાસે અજાણ્યા વાહન દ્વારા બંનેને ટક્કર મારવામાં આવી હતી જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.જ્યારે આ ઘટના વાત કરીએ તો આ ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ અકસ્માતના કારણે શંકર રબારી બ્રિજ પરથી નીચે પડી ગયો હતો પરંતુ તેનો પિતરાઈ ભાઈ થાનારામ નો મૃતદેહ બ્રિજ પર લટકતી હાલતમાં રહેલો હતો. જેના લીધે દયનિય સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. એવામાં પરિવારે બે યુવાનો ગુમાવ્યા હોવાના લીધે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.