×
Advertisement
GujaratIndiaNews

યુવકની જાહેરમાં હત્યાનો મામલો, ધંધુકા સજ્જડ બંધ, જાણો આ સમગ્ર મામલો,

હત્યાના કેસ દિનપ્રતિદિન વધતાં જાય છે એવામાં ધંધુકાથી વધુ એક ઘટના સામે આવી છે,જ્યાં ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.આ અંગે મૃતક કિશનના પરિવારજનો ખૂબ જ રોષે ભરાયા છે.પોલીસ ચુસ્તપણે બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આજે સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.આ ઘટના બન્યા બાદ ધંધુકાના PI ની બદલી કરવામાં આવી છે,તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મૂકવામાં આવ્યા છે.આ માલધારી યુવકની હત્યા અંગે વધુ કાર્યવાહી હાથ ધરતા સામે આવ્યું છે કે આ યુવકનું નામ કિશન છે.

મળતી માહિતી અનુસાર જણાવીએ તો આ યુવકે થોડાક દિવસ પહેલા કોઈ ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી તો બની શકે કેટલાક લોકોએ ગુસ્સામાં આ યુવકની હત્યા કરી હોય ! કારણ કે આ પહેલા પણ કિશન સામે પોલીસ કાર્યવાહી કરાઈ હતી.

ધર્મ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરી હોવાથી બની શકે છે કે લોકો ગુસ્સામાં હોય.પોસ્ટ કર્યા બાદ લોકો ગુસ્સામાં હતા અને કિશન ઘણા સમયથી ઘરે જ હતો પરંતુ ગઈ કાલે ઘરેથી બહાર જતા તક લઈ કિશનની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.સાચું કારણ શું છે એ હજુ સામે આવ્યું નથી,આ અંગે પોલીસે કડક કાર્યવાહી તપાસ હાથ ધરી છે.