ઊર્જા વિભાગની ભરતીને લઈને યુવરાજ સિંહે લગાવ્યા ગંભીર આરોપ, કરી આ માંગણી
ગુજરાતમાં એક બાદ એક ભરતીના કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યો છે, જે રાજ્યના ઉર્જા વિભાગમાં કથિત ભરતી કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે ગુજરાત ઉર્જા વિભાગમાં AAPના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભરતીમાં કૌભાંડો હોવાના આક્ષેપો કર્યા છે. જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના સૌથી પહેલા આક્ષેપો કરનાર યુવરાજસિંહ જાડેજાએ હવે ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ થયા હોવાના આક્ષેપો કર્યા છે. જેને લઈને તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.
યુવરાજ સિંહના કરાયેલ આક્ષેપ પ્રમાણે અત્યારે પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું જણાવ્યું છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે.
યુવરાજ સિંહે આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં હોવાનું જણાવ્યું છે. તેમને વધુમાં કહ્યું કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે.આ કૌભાંડમાં કોની સંડોવણી છે, જેના નામ પણ યુવરાજ સિંહે આપ્યા છે જેમાં વચેટિયા તરીકે ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, અવધેશ પટેલ અને વડોદરાના શ્રીકાંત શર્માની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું કહ્યું છે.
આ ઉપરાંત બાયડમાં ટ્યુશન ચલાવતા અજય પટેલ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમને કહ્યું કે UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવી રહ્યા છે.યુવરાજ સિંહના આરોપ પ્રમાણે પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જે SITની રચના કરી તમામ સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.