India

ઝોમેટો ડીલીવરી બોય ના પરિવારને આર્થિક મદદ કરી રહ્યા છે લોકો, કારણ જાણીને તમે પણ રડી જશો

દિલ્હીમાં શનિવારે એક માર્ગ અકસ્માતમાં 38 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ વ્યક્તિ પહેલા રેસ્ટોરન્ટ મેનેજરના હોદ્દા પર હતો, પરંતુ કોરોનાવાયરસ સમયે તેની નોકરી ગુમાવી દીધી હતી, ત્યારથી તે તેના પરિવાર માટે ફૂડ ડિલિવરીનું કામ કરી રહ્યો હતો. સલિલ ત્રિપાઠી ઉત્તર-પશ્ચિમ દિલ્હીના રોહિણીમાં ઓર્ડર આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં કથિત રીતે ડ્રાઈવિંગ કરી રહેલા એક કોન્સ્ટેબલે તેને ટક્કર મારી હતી.

મૃતકની ઓળખ સલિલ ત્રિપાઠી તરીકે થઈ હતી. સલિલ પરિવારમાં એકમાત્ર કમાતો વ્યક્તિ હતો. જ્યારે અન્ય લોકોને આ વાતની જાણ થઈ તો તે તેમની મદદ માટે આગળ આવ્યા. લોકો સલીલની પત્નીના બેંક ખાતામાં સતત પૈસા જમા કરીને મદદ કરી રહ્યા છે.પરિવારને અત્યાર સુધીમાં 2 લાખ રૂપિયાની સહાય રકમ મળી ચુકી છે. આ તમામ રકમ તેની પત્નીના ખાતામાં જમા કરવામાં આવી છે. પરિવાર નેતાઓને મળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં સલીલના કાકાએ કહ્યું કે તેઓ તેમની વાત નેતાઓ સુધી પણ લઈ જઈ રહ્યા છે. અમે આ મામલે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને પત્ર પણ લખ્યો છે. અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માંગીએ છીએ. કોન્સ્ટેબલે તેની કાર ત્રિપાઠીની બાઇક સાથે અથડાવી હતી જેથી તે હવામાં ઉડીને ડીવાઈડર સાથે અથડાયો હતો. એક ત્યાનો રહેવાસી તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.

સલીલના ભાઈએ જણાવ્યું હતું કે અમારો પરિવાર પહેલેથી જ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. હવે આ અકસ્માત અમારા બધા માટે કોઈ આંચકાથી ઓછો નથી. કોરોના પછી સલીલે મજબૂરીમાં ઝોમેટોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ મામલામાં એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલ કારમાં બેઠેલો જોવા મળ્યો હતો