GujaratSouth GujaratSurat

સુરતના ડીંડોલીમાં સળગતી હાલતમાં મહિલા મળી આવી, સંપૂર્ણપણે બળી જતા કરુણ મોત નીપજ્યું

Surat: સુરત શહેરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. સુરતમાં આવેલા ડીંડોલી વિસ્તારમાં સળગતી હાલતમાં એક મહિલાની લાશ મળી આવેલ છે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. Fire Extinguisher દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. તેમ છતાં મહિલા સંપૂર્ણપણે બળી જવાના લીધે મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં સુજીદેવી ચૌધરી તેમના પરિવાર સાથે વસવાટ કરતા હતા.

ગઈ કાલના સુજીદેવી તેમના ઘરમાંથી સળગતી હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણકારી108 એમ્બ્યુલન્સની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સળગતી મહિલાને ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલની મદદથી આગને બુઝાવવામાં આવી હતી. તેમ છતાં આગ બુઝે તે પહેલા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. તેની સાથે જાણકારી મળી છે કે, 108 ની એક મહિલા કર્મચારી દ્વારા મહિલાનો જીવ બચાવવા માટે ફાયર વિભાગનું કામ કરવામાં આવ્યું હતું.

સવારના લગભગ સાડા નવ વાગ્યાની આજુબાજુ બનેલ આ ઘટનામાં 108ની મહિલા કર્મચારીની સરાહનીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. દુઃખની વાત એ છે કે, 108 ની મહિલા કર્મચારીની મહેનત રંગ આવી નહોતી. તમને જણાવી દઈએ કે, સુજીદેવીનો પતિ ચાર દિવસ અગાઉ જ રાજસ્થાન મંદિરે ગયેલ હતો. સુજીદેવીના પરિવારમાં બે બાળક અને એક દીકરી રહેલ છે. સુજીદેવીની ઉંમર અંદાજીત 40 થી 45 વર્ષ રહેલ છે. પરિવારમાંથી હાલ કોઈ હાજર ન હોવાના લીધે વધુ જાણકારી સામે આવી નથી. ત્યારે ડીંડોલી પોલીસ દ્વારા પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.