Gujarat

કડકડતી ઠંડીમાં લોકો માણે છે ગોલાની મજા, રોજની 100 ડીસ ગોલા વેચાઈ જાય છે

આણંદ વિદ્યાનગર રોડ પર ઘણા વર્ષોથી ઝાલાવાડના બરફના ગોલા વેચાઈ રહ્યા છે. અહીંના બરફ ગોલાની લારી મુખ્ય રોડ પર હોવાના કારણે અહીંથી પસાર થતા લોકો ગોલાની મજા માણતા હોય છે. આણંદના વિદ્યાનગર રોડ પર છેલ્લા નવ દશ વર્ષથી ગોલાની લારી જોવા મળે છે. આ લારી શિયાળાની ઋતુમાં પણ શરૂ રાખવામાં આવી છે. જેના પાછળ મુખ્ય કારણ છે કે, આણંદ જિલ્લો એન આર આઈ તરીકે પણ ઓળખાય છે, ત્યારે નવેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર સુધીમાં આણંદ શહેરમાં અનેક એનઆરઆઇ લોકો આવતા હોય છે. આ એનઆરઆઈ આ રસ્તા પરથી પસાર થાય એટલે બરફના ગોલાની મજા માણતા હોય છે.

આ લારી પર શિયાળાની ઋતુમાં મળતા ગોલાની ડીશ અને સ્ટીક ગોલા એનઆરઆઈલોકો વધુ ખાવાનું પસંદ કરે છે. એનઆરઆઈ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે અમેરિકાથી આણંદ પોતાના શહેરમાં આવે છે, ત્યારે આ ગોલો ખાવા કાયમ આવે છે. અહીંયા તેમને ઠંડીનું પ્રમાણ ઓછું લાગે છે, માટે આ ગોલાની લારી પર શિયાળાની ઋતુમાં મળતા ગોલાની ડીશ અને સ્ટીક ગોલા એનઆરઆઈ લોકો વધુ ખાવાનું પસંદ કરે છે.

એનઆરઆઈ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે અમેરિકાથી આણંદ પોતાના શહેરમાં આવે છે, ત્યારે આ ગોલો ખાવા કાયમ આવે છે. અહીંયા તેમને ઠંડીનું પ્રમાણ ઓછું લાગે છે, માટે તેઓ ગોલો ખાવાની મજા શિયાળામાં પણ માણે છે.

આ લારીના માલિકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી બરફ ગોલાની લારી એક જ જગ્યા પર રાખે છે અને દર વખતે શિયાળામાં અહીંયા એનઆરઆઈ લોકો આવતા હોવાથી એમનો વ્યવસાય શિયાળામાં ચાલે છે, અને રોજની 100 જેટલી ડીસ વેચાઈ જાય છે. અહીંયા સ્થાનિક લોકો પણ આવે છે અને ગોલા ની મજા માણે છે.

આ લારી પર 25 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના અલગ અલગ પ્રકારના ગોળા વેચવામાં આવે છે. જેમાં સાદો ગોલો, રબડી ગોલા, ઝાલાવાડી સ્પેશ્યલ ગોલા, ડ્રાયફ્રુટ જેવા ગોલા નું વેચાણ થાય છે. માલિકે જણાવ્યું હતું કે અમારા ત્યાં સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે અને ગોલામાં સારી વસ્તુનો વપરાશ કરવામાં આવે છે, માટે અહીંયા લોકો ગોલા ખાવાનું પસંદ કરે છે.