Gujarat

૧૩ તોલા સોનાની ચોરી થતા યુવકે માં મોગલની માનતા રાખી, થયો એવો ચમત્કાર કે…

મા મોગલ કળિયુગમાં પણ હાજરા હજૂર દેવી રહેલી છે. જ્યારે જે પણ ભક્તો તેમને સાચા દિલથી યાદ કરે છે તેમની ઈચ્છા જરૂર પૂર્ણ થઈ જાય છે. ભક્તો પણ પોતાની માનતા પૂર્ણ થતા જ તુરંત જ માતાના દર્શન કરવા દોડી આવતા હોય છે. ઘણા લોકો તો મોગલ ધામમાં હજારો રૂપિયા લઈને આવે છે પરંતુ મોગલ ધામ એવી જગ્યા છે જ્યાં રૂપિયાનું દાન સ્વીકારાતું નથી.

અહીં આવતા દરેક ભક્તોને મણીધર બાપુ દ્વારા જણાવવામાં આવે છે કે, માતાજી પર વિશ્વાસ રાખવો એ જ સાચી બાબત છે. મોગલ ધામ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે જેમને માતામાં અતૂટ વિશ્વાસ રહેલો છે. કચ્છ ખાતે અનેક ભક્તો એવા આવ્યા છે જેમને મા મોગલ નો પરચો મળ્યો હોય. મા મોગલ દ્વારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે.

એવો જ એક ચમત્કાર એક ભક્તને થયો છે. એક યુવક ૧૩ તોલા સોનાના દાગીના લઈને કબરાઉ આવી પહોંચ્યો હતો. યુવક દ્વારા મણિધર બાપુને જણાવવામાં આવ્યું કે, મારી માનતાને સ્વીકારો માં મોગલને મોટો પરચો આપ્યો છે. ત્યાર બાદ મણિધર બાપુએ કહ્યું કે, તેની શેની માનતા રાખી હતી. તો તેને જણાવ્યું કે, આજથી થોડા સમય પહેલા તેમના ઘરે ચોરી થઇ ગઈ હતી અને આ ચોરીમાં ૧૩ તોલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. યુવક અને તેના પરિવાર દ્વારા દાગીના શોધવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમને કોઈ જાણકારી મળી નહોતી. અંતે થાકીને યુવકે માં મોગલની માનતા માની અને માં મોગલની માનતા માન્યાના થોડા જ સમયમાં ૧૩ તોલા સોનાના દાગીના આપો આપ ઘરમાં આવી ગયા હતા.

તેની જોઈને સંપૂર્ણ પરિવાર ચોકી ગયો કે આવું કઈ રીતે બની શકે. તો બધા જ લોકો માં મોગલના પરચાને જાણી ગયા હતા. આ માં મોગલની કૃપાથી થયું છે એટલે અમારો સંપૂર્ણ પરિવાર માં મોગલના ધામે આવી પહોંચ્યો હતો. મણિધર બાપુએ જણાવ્યું કે, બેટા તારી માનતા પૂર્ણ થઇ ગઈ છે અને માં મોગલ પર વિશ્વાસ રાખજે.