International

દાંતથી ખેચી નાખ્યો 15,730 KG ટ્રક, તમે પણ જોઈ શકો છો આ અદ્ભુત વીડિયો, જુઓ…

એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ તેના દાંત વડે એક વિશાળ ટ્રક ખેંચતો જોવા મળી રહ્યો છે, જેનું વજન 15,730 કિગ્રા હોવાનું કહેવાય છે. આ વીડિયોને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વ્યક્તિએ પોતાના દાંત વડે હજારો કિલો વજનની ટ્રક ખેંચીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વીડિયો બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 24 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે કેપ્શનમાં લખ્યું છે કે, ‘15,730 કિલો વજનનું સૌથી ભારે વાહન અશરફ સુલેમાને દાંત વડે ખેંચ્યું છે.’

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના બ્લોગ મુજબ, અશરફ મહરુસ મોહમ્મદ સુલેમાને 13 જૂન, 2021 ના ​​રોજ ઇજિપ્તના ઇસ્માઇલિયામાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સુલેમાને રેકોર્ડ પ્રયાસને ‘વ્યક્તિગત સિદ્ધિ’ ગણાવ્યો હતો. હવે જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ભાઈ, મારે જાણવું છે કે તેના ડેન્ટિસ્ટ કોણ છે.’

અન્ય યુઝરે લખ્યું, ‘આ સંપૂર્ણ ગાંડપણ છે. આમાં આટલી શક્તિ ક્યાંથી આવી? અને ત્રીજા યુઝરે કહ્યું, ‘ભાઈના દાંત સ્નાયુઓના જેમ છે’. ચોથી વ્યક્તિએ કહ્યું, ‘તેના દાંત મારા હાથ કરતાં વધુ મજબૂત છે હો બોસ.’ બીજાએ કહ્યું દાંત વડે વિમાન પણ ખેંચી શકો છો.

જ્યારે, સુલીમાન કહે છે કે મને મારી પ્રતિભા વિશે ત્યારે જ ખબર પડી જ્યારે હું પ્રાથમિક શાળામાં હતો. સુલીમાને કહ્યું કે મેં મજાકમાં મારા મિત્રોના પગ બે વાર તોડી નાખ્યા હતા, ત્યારપછી તેઓએ મજાક કરવાનું બંધ કરી દીધું હતું. તે એમ પણ કહે છે કે તેને દાંત વડે વિમાન ખેંચીને વિશ્વના સૌથી મજબૂત માણસનો ખિતાબ જીતવાની આશા છે.