Ajab GajabIndiaNews

૧૯ વર્ષીય જાનવીએ રચ્યો ઇતિહાસ, NASA,JPL માં ટ્રેનીંગ લેવાવાળી પહેલી ભારતીય બની,

જો દીકરીઓને તેમના સપનાને પાંખો આપવામાં આવે તો તેઓ માત્ર લાંબી ઉડાન જ નહીં પરંતુ આકાશને સ્પર્શવાની હિંમત પણ કરશે.આંધ્ર પ્રદેશની રહેવાસી જાનવી ડાંગેતીએ પણ કંઈક આવું જ કર્યું છે.એન્જિનિયરિંગની બીજા વર્ષની વિદ્યાર્થિની 19 વર્ષની જાનવી ડાંગેતી તાજેતરમાં અલબામામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે NASA ના ઈન્ટરનેશનલ એર ડિફેન્સ મિશનમાં હાજરી આપી સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કર્યો.આ લક્ષ્ય હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય છે.

જાનવીએ કહ્યું કે મેક્સિકન કંપનીએ તેને આ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ આપી હતી,જેના કારણે તે આ પ્રોગ્રામનો ભાગ બની શકી હતી.IASP પ્રોગ્રામ માટે વિશ્વના 20 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી,જાનવીએ આ સ્થાન હાંસલ કર્યું હતું.તે ટીમ કેનેડીની મિશન ડાયરેક્ટર બની છે,જે ખરેખર દેશ માટે ગર્વની વાત છે.તે વિવિધ દેશોના 16 લોકોના સમૂહનું નેતૃત્વ કરશે.

તમને જણાવી દઈએ કે આ ટીમે માત્ર એક લઘુચિત્ર રોકેટ જ નથી લોન્ચ કર્યું પરંતુ તેને સફળતાપૂર્વક લેન્ડ પણ કરાવ્યું.જણાવી દઈએ કે આ એક અવકાશયાત્રી કાર્યક્રમ હતો,જે કેનેડી સ્પેસ સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં મલ્ટી-એક્સેસ ટ્રેનિંગ, ઝીરો ગ્રેવીટી અને અંડરવોટર રોકેટ લોન્ચનો સમાવેશ થાય છે.આ સાથે જ જાનવીને પણ પહેલીવાર એરક્રાફ્ટ ઉડાવવાનો મોકો મળ્યો.

તેમણે વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે.તે મંગળ પર પહોંચનાર પ્રથમ ભારતીય બનવા માંગે છે.જાનવી કહે છે,’હું મારા સપના પૂરા કરવા માટે દરેક તકનો ઉપયોગ કરું છું.હું જુદા જુદા પ્રોજેક્ટ,હેકાથોન અને વર્કશોપમાં ભાગ લેતી રહું છું.

જાનવી કહે છે કે તેના દાદી સૂવાના સમયે અવકાશ અને ગ્રહો વિશે વાર્તાઓ કહેતા હતા,જેનાથી તેણીમાં રસ જાગ્યો હતો.તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ઓપન વોટર સ્કુબા ડાઇવર છે.