GujaratRajkotSaurashtra

રાજકોટ: એપાર્ટમેન્ટમાં આગ લાગી અને 2 માસૂમના મોત, પિતા બંને બાળકને રૂમમાં બંધ કરીને ગયા હતા અને…

Rajkot: શહેરના બિગ બજાર મોલનીની પાછળ આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં ત્રણ વર્ષના બાળક અને 6 વર્ષની બાળકીના મોત થયા હતા. બાળકી આગમાં 95% દાઝી ગઈ હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. આગ શોર્ટસર્કીટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ભીષણ આગમાં રૂમનો સામાન અને રોકડા 3.80 લાખ રૂપિયા પણ બળી ગયા હતા. પ્રાઇવરજનો સહીત મોટી સંખ્યામાં નેપાળી પરિવારો હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.બાળકોના પિતાએ જણાવ્યું કે તેઓ કામ હોવાથી બંને બાળકોને રૂમમાં લોક કરીને ગયા હતા. થોડી વાર પછી જ આવવાની હોવાથી રૂમને લોક કર્યું હતું.

જો કે આટલા સમયમાં જ દમ આગ લાગી હતી અને બંને માસુમ બાળકોના મોત નિપજ્યા હતા.એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ આગ લાગતા ભાગી ગયા છે.બંને બાળકના મોત થવાથી નેપાળી પરિવારને માથે આભ ફાટ્યું છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ