India

20 દિવસના બાળકને હાથમાં ઉચકીને દરરોજ 60 કિલોમીટર ટ્રાવેલ કરે છે આ મહિલા

કહેવાય છે કે જો તમારી અંદર કશું કરી બતાવવા માટેનું જૂનુન હોય પછી તમારા રસ્તામાં કોઈપણ મુશ્કેલી આવે તમે તેને સરળતાથી પાર કરી શકશો. જેમણે જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવો હોય છે તેને જીવનમાં આવનાર મુશ્કેલીઓથી હારીને પોતાના ડગલાં પાછા નથી લેતા. આજે અમે એવી જ એક મહિલા પ્રિયંકા વિષે તમને જણાવી રહ્યા છે. તે એક માતા છે. ચાલો જણાવીએ રસપ્રદ માહિતી.

પ્રિયંકા બઘેલે 20 દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. તાજેતરમાં તેનું 12માનું પેપર હતું. આવી સ્થિતિમાં પ્રિયંકા તેના 20 દિવસના બાળક સાથે પરીક્ષા આપવા આવી હતી. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું પણ તેમના માટે સરળ નહોતું. વાસ્તવમાં તેની પરીક્ષાનું કેન્દ્ર મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં છે. જ્યારે તે ગ્વાલિયરથી 60 કિમી દૂર અંતરી ગામમાં રહે છે.

પ્રિયંકા પરીક્ષા આપવા માટે 20 દિવસના બાળકને લઈને દરરોજ 60 કિલોમીટરનો પ્રવાસ કરે છે. તેના પતિ ખેર સિંહ આ કામમાં મદદ કરે છે. તે વ્યવસાયે ડ્રાઈવર છે. તેણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેના ડ્રાઇવિંગથી ઘરનો ખર્ચ આસાનીથી પહોંચી જાય છે, પરંતુ તેમ છતાં પ્રિયંકાએ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોયું છે. આ સપનું પૂરું કરવામાં તેનો પતિ તેને મદદ કરી રહ્યો છે.

પ્રિયંકા જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે તો બહાર પતિ પોતાના 20 દિવસના બાળકનું ધ્યાન રાખે છે. પ્રિયંકાએ લગ્ન પછી ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં સાસરીવાળા ના કહે છે પણ જ્યારે પ્રિયંકા બધાને સમજાવે છે તો બધા માની જાય છે. એ પછી પતિએ 12માં ધોરણમાં પ્રાઇવેટ ફોર્મ ભરાવ્યું. જો કે પરીક્ષાના 20 દિવસ પહેલા જ પ્રિયંકાએ બાળકને જન્મ આપ્યો. પણ તેમ છટા પણ તે પરીક્ષામાં બેસવાનું પસંદ કરે છે.

આજે પ્રિયંકા એવી કરોડો મહિલાઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે જેઓ ઘરની સમસ્યાઓના કારણે આગળનો અભ્યાસ કરવાનું ટાળે છે. હવે અમને પ્રિયંકાના સાસરિયાઓના શિક્ષણનું મહત્વ સમજાયું છે. તે કહે છે કે “અમારી વહુ દીકરીઓ માટે એક ઉદાહરણ છે.” તે જ સમયે, પતિને પણ તેની પત્ની પર ગર્વ છે.

પ્રિયંકાની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેના અને તેના પતિના વખાણ કરી રહી છે. આ સ્થિતિમાં મહિલાઓને ઘરના લોકોનો સહયોગ મળવો ખૂબ જ જરૂરી છે. તેમના સમર્થન વિના મહિલાની મુશ્કેલીઓ વધુ વધી જાય છે. તમે પણ આ સમાચારમાંથી શીખો અને તમારા ઘરની દીકરીઓ અને વહુઓને ઘણું ભણાવો.