જો તમે ઈન્ડિયન બેંકના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે છે. 2 હજાર રૂપિયાની નોટો હવે ઇન્ડિયન બેંકના એટીએમ મશીનમાંથી મળશે નહીં. આ સંદર્ભે બેંકે તેની તમામ શાખાઓને માહિતી આપી છે.સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર ઇંન્ડીયન બેંકે 1 માર્ચથી એટીએમ મશીનમાં 2 હજાર રૂપિયાની નોટો નહીં મૂકવાની જાહેરાત કરી છે. આ અંગે બેંકે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 1 માર્ચથી 2 હજાર રૂપિયાની નોટો ધરાવતી કેસેટ્સને ઇન્ડિયન બેંકના એટીએમમાંથી દૂર કરવામાં આવશે. બેંકે આ નિર્ણય તેના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લીધો છે.બેંકનું કહેવું છે કે 2 હજાર રૂપિયાને બદલે 200 રૂપિયાની નોટની સંખ્યા મશીનમાં વધારવામાં આવશે. આ માટે મશીનમાં રાખવાની 200 રુપિયાની કેસેટોની સંખ્યા પણ વધારવામાં આવશે.
આવી સ્થિતિમાં જો તમારે 2 હજાર રૂપિયાની નોટ લેવી હોય તો તમારે બેંકની શાખામાં જવું પડશે. બેંક શાખામાંથી 2 હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની સાથે તમે પણ જમા કરાવી શકો છો.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન બેંક અલ્હાબાદ બેંકમાં મર્જ કરવા જઈ રહી છે. આ મર્જર 1 એપ્રિલથી અસ્તિત્વમાં આવશે. મર્જર પછી તે સાતમી સૌથી મોટી બેંક હશે.એ જ રીતે, યુનિયન બેન્ક ઓaફ ઇન્ડિયા, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક મર્જ થશે. તે જ સમયે, કેનેરા બેંકનું સિન્ડિકેટ બેંકમાં મર્જ થઈ જશે.