India

આવનાર મહિને 24 કરોડ લોકોને થઈ શકે છે પૈસાનો ફાયદો, મોદી સરકાર લેશે એક નિર્ણય

આવનાર મહિને લગભગ 24 કરોડ લોકોને પૈસાનો ફાયદો થશે, કેમ કે સમાચાર છે કે મોદી સરકાર આવનાર મહિને એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ ખુશખબરી લગભગ 24 કરોડ ઈપીએફ ખાતાધારકોને મળશે. લોકોને આશા છે કે સરકાર આ વખતે વ્યાજની ટકાવારીમાં વધારો કરે.

વાસ્તવમાં, નાણાકીય વર્ષ 2021-22 માટે કર્મચારીઓની ભવિષ્ય નિધિ થાપણો પરના વ્યાજ દરો આવતા મહિને નક્કી કરવામાં આવશે. તમામ EPFO ખાતાધારકોની નજર આ બેઠક પર ટકેલી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT), કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની નિર્ણય લેતી સંસ્થા, ચાલુ નાણાકીય વર્ષ માટે વ્યાજ દરો પર નિર્ણય લેવા માટે આવતા મહિને બેઠક મળવા જઈ રહી છે.ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ‘EPFOના કેન્દ્રીય ન્યાસી બોર્ડની બેઠક માર્ચ મહિનામાં ગુવાહાટીમાં થશે, જેમાં 2021-22 માટે વ્યાજદર નક્કી કરવા માટેનો પ્રસ્તાવ વિગતવાર છે’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું EPFO 2020-21ની જેમ 2021-22 માટે 8.5 ટકાના સમાન વ્યાજ દરને જાળવી રાખશે? તેમણે કહ્યું કે આ નિર્ણય આગામી નાણાકીય વર્ષ માટે લેવામાં આવશે. કમાણી અંદાજ પર આધારિત હશે, ભૂપેન્દ્ર યાદવ CBTના વડા છે. માર્ચ 2021 માં, CBT એ 2020-21 માટે EPF થાપણો માટે 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. ઓક્ટોબર-2021માં નાણામંત્રીએ તેને મંજૂરી આપી હતી. જે બાદ EPFOએ તેની ફિલ્ડ ઓફિસોને 2020-21 માટે સબસ્ક્રાઈબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે સીબીટી તરફથી વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવા પછી તેને વિદેશ મંત્રાલયની પરમીશન માટે મોકલવામાં આવે છે. માર્ચ – 2020માં EPFOએ ભવિષ્ય નિધિ માટે જમા પર વ્યાજ દર ઘટાડીને 2019-20 માટે 8.5 ટકાના 7 વર્ષના નીચા સ્તર પર લાવી દીધો હતી. 2018-19માં EPFO ઉપર 8.65 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.

EPFOએ 2016-17 અને 2017-18માં પણ 8.65 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. 2015-16માં વ્યાજ દર 8.8 ટકા હતો. જ્યારે 2013-14માં 8.75 ટકા અને 2014-15માં પણ 8.75 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. જોકે, 2012-13માં વ્યાજ દર 8.5 ટકા હતો. 2011-12માં તે 8.25 ટકા હતો. નોંધનીય છે કે તાજેતરમાં, EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2020-21 માટે 24 કરોડ વધુ PF ખાતાઓમાં વ્યાજ જમા કરાવ્યું છે. સંસ્થાએ 8.5%ના દરે વ્યાજ આપ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે