GujaratSaurashtra

25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા મહિનામાં હાર્ટએટેકથી 20 થી વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર અમરેલીના લીલીયા ગામથી સામે આવી છે. લીલીયામાં એક યુવકને હાર્ટેએટેક આવતા કરુણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કડીયા કુંભાર જ્ઞાતિના ધવલ વિનુભાઇ રાઠોડ નામના યુવકને હાર્ટએટેક આવતા કરુણ મોત નીપજ્યું હતું. આ યુવાન બપોરના સમયે વાડીએ ગયેલો હતો અને સાંજના ઘરે પરત આવ્યો તે સમયે તેને અચાનક છાતીમાં દુઃખવા લાગ્યું હતું. ત્યાર બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા ધવલ વિનુભાઈ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું.

તેની સાથે કરુણ ઘટના પણ સામે આવી છે. મૃતક યુવાન દ્વારા છ મહિના પહેલા જ તેના જ વિસ્તારની આગળની સોસાયટીમાં રહેનાર પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરવામાં આવ્યા હતા. એવામાં રાત્રીના પરિવારજનો દ્વારા યુવકનું મોત થયું હોવાનું ઘરના સભ્યોએ મહિલાને જણાવ્યું નહોતું. જયારે તેમ કહ્યું હતું કે, ધવલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ છે.

તેમ છતાં સવારના સમયે ધવલનું મોતનું નીપજ્યું હોવાનું જાણ તેની પત્ની પ્રિન્સીને કરવામાં આવતા તેને ના ભરવાનું પગલું ભરી લીધું હતું. પતિના મોતનો આઘાત સહન કરી ન શકતા પ્રિન્સીએ પોતાનો રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુકાવી દીધું હતું. તેના લીધે તેનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બંનેનું લીલીયા હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંનેની એકસાથે જ અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. એવામાં દીકરા અને પુત્રવધુના મોતથી પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. તેની સાથે તમને જણાવી દઈએ કે, મૃતક ધવલ પિતાના ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જ્યારે મૃતક ધવલ ચાર બહેનોની વચ્ચે એકમાત્ર ભાઇ પણ હતો.