GujaratAhmedabadCrimeRajkotSaurashtra

પ્રેમમાં પાગલ રાજકોટના યુવકે અમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીના અંગત ફોટો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, છોકરીએ નોંધાવી પોલીસ ફરિયાદ

સોશિયલ મીડિયામાં પડ્યા પાથર્યા રહેતા યુવક યુવતીઓ આજે શું શું કરતાં હોય છે એની જાણ માં બાપ ને હોતી પણ નથી. અંડવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અઅમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીને રાજકોટના યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વિદ્યાર્થિનીના પ્રેમીનું નકલી Instagram એકાઉન્ટ બનાવીને તેમાંથી વિદ્યાર્થિનીના તેના પ્રેમી સાથેના અંગત ફોટો અપલોડ કરીને વાઈરલ કરી દીધા હતા. વિદ્યાર્થિનીના પિતાએ દીકરીને બદનામ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર ઈન્ડિયા કોલોનીમાં રહેતી વિદ્યાર્થિની એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટના આજી ડેમ પાસે રહેતા મયંક સાકરીયા વિરૂદ્ધ બદનામીની ફરિયાદ કરી છે. દિશા(નામ બદલ્યું છે) BBAમાં અભ્યાસ કરે છે અને પરિવાર સાથે રહે છે. 2022માં તે 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે તેની સારી મિત્રતા થઈ ગઈ હતી. બંને એકબીજા સાથે ફોન પર પણ વાતચીત કરતા હતા. સ્કૂલનો અભ્યાસ પૂરો થયો એટલે તેની મિત્રએ દિશાને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ ગ્રુપમાં જોઇન થવા માટેનું કહ્યુ હતું. જેથી તે ગ્રુપમાં જોઈન થઈ ગઈ હતી.

આ ગ્રુપમાં જોડાયા બાદ તેને મયંક નામના એક યુવકે રિક્વેસ્ટ મોકલી હતી જે તેણીએ સ્વીકારી હતી અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થઈ. 2023માં દિશા ની મિત્રનો જન્મદિવસ હતો ત્યારે મળવાની વાત થઈ જોકે મુલાકાત શક્ય બની નહોતી. બાદમાં જ્યારે મયંક અમદાવાદ આવ્યો ત્યારે દિશા અને તેની મિત્ર ને એક કેફેમાં મળવા માટે બોલાવ્યા હતા. જોકે દિશા ની મિત્ર કોઈ કારણોસર ન આવી શકતા દિશા એકલી મળવા માટે ગઈ હતી.

મંયકે દિશાને એડવાન્સમાં બર્થડે ગીફ્ટ આપી હતી અને બાદમાં દિશા પોતાના ઘરે આવી ગઇ હતી. દિશાને સંગીતનો શોખ હોવાથી તેણે ઇન્ડિયા કોલોની એપ્રોચ ખાતે આવેલા સંગીત ક્લાસીસ જોઇન કર્યા હતા. ત્યાં દિશાને યમન નામના યુવક સાથે પરિચય થયો હતો. યમન ક્લાસીસના માલિકનો દીકરો હતો. દિશા અને યમન એકબીજા સાથે વાતો કરતાં હતા અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. યમને તેના અને દિશાના અંગત ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા. જોકે બંનેના પ્રેમ સંબંધની જાણ મંયકને થઇ હતી, જેથી તેણે દિશાને યમન સાથેના સંબંધો તોડી નાખવાનું જણાવ્યું હતું. દિશાએ યમન સાથે સંબંધ તોડવાનો ઇન્કાર મંયકને કરી દીધો હતો, જેથી તે ગુસ્સે થયો હતો.

મંયકે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પરથી દિશાને પ્રેમસંબંધ રાખવા માટેનું પ્રપોઝ કર્યુ હતું. દિશાએ મંયક સાથે પ્રેમસંબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો અને વાતચીત કરવાની પણ બંધ કરી દીધી હતી. થોડા દિવસ બાદ દિશાની એક મિત્ર તેને રીવરફ્ન્ટ લઇને આવી હતી જ્યા મયંક હાજર હતો. મંયકે દિશાનો ફોન લઇ લીધો હતો અને તેમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ તેના ફોનમાં લઇ લીધા હતા. બાદમાં મંયકે દિશા પાસે યમનનો નંબર માંગ્યો હતો, જેથી તેણે નંબર આપી દીધો હતો.

દિશા ત્યાંથી જતી રહી હતી ત્યારે મંયકે યમનને ફોન કર્યો હતો અને બંનેના ફોટોગ્રાફ્સ માંગી લીધા હતા. મંયક પાસેથી ફોટોગ્રાફ્સ પહોંચી જતા તેણે દિશાને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. દિશાએ સમગ્ર ઘટના તેના માતા-પિતાને કહી હતી જેથી તેઓએ ફરિયાદ કરવાની તૈયારી બતાવી દીધી હતી. મંયકે યમનના નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી તેમાંથી દિશા અને યમનના ફોટોગ્રાફ્સ અપલોડ કરી લીધા હતા. મંયકે દિશાની બદનામી કરવા માટે કાવતરૂ ઘડતા આખરે દિશાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.