India

મુંબઈ જતી એસી બસમાં આગ લાગતાં 26 મુસાફરોના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બસમાં આગ લાગતા 25 મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા. આ બસ ગઈકાલે નાગપુરના આશીર્વાદ ચોકથી પુણે જવા રવાના થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાગપુરથી બસમાં 7 લોકો સવાર હતા, જે પુણે જવા રવાના થયા હતા, વચ્ચે વર્ધા, યવતમાલથી કેટલાક મુસાફરોને લઈને બસ પુણે જવા રવાના થઈ હતી. બસમાં 29 લોકો સવાર હતા. જ્યારે બસ બુલઢાણાના સમૃદ્ધિ માર્ગ પર પુણે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

પોલીસે જણાવ્યું કે ખાનગી ટ્રાવેલ્સની બસ નાગપુરથી પુણે જઈ રહી હતી ત્યારે માર્ગમાં લગભગ 1.30 વાગ્યે બુલઢાણા જિલ્લાના સિંદખેદરાજા પાસે બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો અને 29 મુસાફરોને લઈ જતી બસ ડિવાઈડર સાથે અથડાઈ. બસ ડિવાઈડર સાથે અથડાતા જ તેની ઈંધણની ટાંકીમાં આગ લાગી ગઈ. અકસ્માત થયો ત્યારે રાત્રીના 1:30 વાગ્યા હતા. હાઇવે પર ઝડપથી દોડતી બસમાં બેઠેલા તમામ મુસાફરો સૂતા હતા.

બસ એસી હતી, તેથી તેની બારીઓ ખુલતી નથી. દુર્ઘટના સમયે મુસાફરો દરવાજામાંથી બહાર નીકળી શક્યા ન હતા કારણ કે દરવાજો તે જ બાજુએ હતો જે બાજુ બસ પલટી ગઈ હતી અને તે ફસાઈ ગઈ હતી. સળગતી બસ અને અંદર ફસાયેલા 29 લોકો મદદની રાહ જોતા સળગતા રહ્યા. કોઈપણ મદદ પહોંચી શકે ત્યાં સુધીમાં બસની અંદરના 26 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા અને બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આવી બસોની બારીઓ એવી રીતે બંધ રહે છે કે તેને ખોલી શકાતી નથી. પ્રાઈવેટ બસમાં આ બારીઓના કાચ તોડવા પડે તો જ વ્યક્તિ બહાર નીકળી શકશે. બસમાં 2 થી 3 દરવાજા છે હોય છે પરંતુ આ પ્રકારની ઘટના સમયે એવું વાતાવરણ સર્જાય છે કે કોઇ દરવાજા સુધી પહોંચી નથી શકતું.