વૃધ્ધ માતાનું ધ્યાન નહોતી રાખી રહી ત્રણ વહુઓ, ત્રણે ભાઈઓએ એક જ મિનિટમાં આપી દીધા છૂટાછેડા
ત્રણ ભાઈઓનો પરિવાર એક સાથે રહતો હતો, તેમની સાથે તેમની ઘરડી માતા પણ રહેતી હતી, પણ ત્રણે ભાઈઓની પત્ની પોતાના સાસુનું ધ્યાન રાખતી નથી, એક દિવસ અચાનક ત્રણે ભાઈઓ પોતાની માતાની આવી પરિસ્થિતિ જોઈ લીધી અને તેમણે એકસાથે પોતાની ત્રણે પત્નીઓને તલાક એટલે કે છૂટાછેડા આપી દીધા.ત્રણ ભાઈઓ તેમની માતાની સેવા ન કરવા માટે એટલા ગુસ્સે થયા કે તેઓએ એક મિનિટમાં જ પોતપોતાની પત્નીઓને છૂટાછેડા આપી દીધા. આ ચોંકાવનારો કિસ્સો અલ્જીરિયાનો છે, જ્યાં ત્રણ ભાઈઓએ મળીને પોતપોતાની પત્નીઓને છૂટાછેડા આપી દીધા.
ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, અલ્જેરિયાના ત્રણ ભાઈઓએ કથિત રીતે તેમની પત્નીઓને “એક મિનિટથી ઓછા સમયમાં” છૂટાછેડા આપી દીધા હતા જ્યારે તેઓ વૃદ્ધ માતાની કાળજી લેતા ન હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જ્યારે ત્રણેય ભાઈઓએ જોયું કે તેમની પત્નીઓ તેમની વૃદ્ધ માતાની કાળજી નથી લઈ રહી તો તેઓ ગુસ્સે થઈ ગયા.
સ્થાનીય મીડિયાના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે એક દિવસ જ્યારે ત્રણે ભાઈઓ કામથી પરત આવે છે તો તેઓ જુએ છે કે તેમની માતા બીમાર હતી અને તેમનું ધ્યાન તેમના પાડોશી રાખી રહ્યા હતા. ત્રણે ભાઈઓને ખબર પડે છે કે તેમની માતાને પાડોશીઓએ નવડાવ્યા, ખાવાનું ખવડાવ્યું, જેના લીધે ત્રણે ભાઈઓ ગુસ્સે થઈ જાય છે અને તેમણે તરત જ પત્નીઓને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. ત્રણે ભાઈઓએ એક જ મિનિટમાં પોતાની પત્નીઓને છૂટાછેડા આપી દીધા.
અહેવાલમાં જણાવાયું છે કે તેની બહેન ત્રણ ભાઈઓની વૃદ્ધ માતાની સંભાળ લેવા અઠવાડિયામાં બે વાર તેની માતાને મળવા જતી હતી, પરંતુ તાજેતરમાં તેના પતિ બીમાર હોવાથી તે આવી શકી ન હતી. આવી સ્થિતિમાં પુત્રી તેની માતાની સંભાળ લેવા આવી શકતી ન હતી. રિપોર્ટ અનુસાર, પત્નીઓએ માતાની સંભાળ લેવાની ના પાડી દીધી હતી. જે બાદ વૃદ્ધ મહિલાની હાલત કફોડી થઈ ગઈ હતી અને ત્રણેય ભાઈઓ કામે ગયા બાદ કોઈએ તેની કાળજી લીધી ન હતી. જેના કારણે ત્રણેય ભાઈઓએ પોતપોતાની પત્નીઓને છૂટાછેડા આપી દીધા હતા.