India

વેલેન્ટાઈન્સ ડે પર પતિએ સાબિત કરી બતાવ્યો સાચો પ્રેમ, પત્ની ચા બનાવતાં દાઝી જતા 30 કલાક ડ્રાઈવ કરીને બચાવ્યો જીવ…

વેલેન્ટાઈન્સ ડે ના દિવસે બધા પ્રેમી પંખીડાઓ તેમના પ્રેમને જાહેર કરે છે. ત્યારે આજે પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દંપતિની પત્ની ચા બનાવતા બનાવતા ઘણી દાઝી ગઈ હતી, જે રસોડામાં ચા બનાવતી વખતે મિસબાહના કપડાંએ અચાનક જ આગ પકડી લીધી હતી. જેથી તે શરીરના 70 ટકા ભાગમાં દાઝી ગઈ હતી. જેના કારણે તેને સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ફરજ પડી હતી. જે અમદાવાદનો ફૈઝલ ખારાવાલા જે પત્ની મિસબાહની સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે 30 કલાક ડ્રાઈવ કરીને 2,500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

દેશમાં કોરોનાની પહેલી લહેર ચાલી રહી હતી ત્યારે એપ્રિલ 2020માં અમદાવાદના વતની ફૈઝલની પત્ની મિસબાહ શરીરના 70 ટકા ભાગમાં ગંભીર રીતે દાજી ગઈ હતી. જે વધુ દાઝી જતા તેને તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી. જે મિસબાહ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.

જો કે આ મિસબાહ દાઝી ગઈ હતી ત્યારે તે કોરોના પોઝીટિવ આવી હતી અને દાઝવાના કારણે તેના શરીરની ચામડી ઉતરી ગઈ હતી અને બીજા હેલ્થ કોમ્પ્લિકેશન્સ પણ હતા. ત્યારે તેને બચવાની સંભાવના ઘણી ઓછી હતી. પરંતુ તેના શરીરે ટ્રીટમેન્ટ સારી રીતે સ્વીકારી હતી. જે સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કર્ણાટકના બેલગામમાં વધુ સારી રીતે શક્ય હતી, જે પત્નીનો જીવ બચાવવા પતિ માટે એક આશાનું કિરણ હતું.

બાદમાં તેના પતિ ફૈઝલ ખારાવાલાએ પત્ની મિસબાહનું સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સતત 30 કલાક ડ્રાઈવ કરીને 2,500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ત્યારબાદ તેને સારવાર મળતા તેનો જીવ બચ્યો હતો અને હાલમાં હાલમાં પત્ની મિસબાહ પોતાના નવા જીવનનો શ્રેય તેના પતિને આપે છે. અને તેનો પતિ એક વર્ષથી વધુ સમય મારી સંભાળ રાખી રહ્યો હોવાનું એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે