IndiaPolitics

ઝેરી દારૂ પીવાથી 31 લોકોના થયા મોત અને મંત્રીને સુજે છે મજાક… કહ્યું કે શક્તિ વધારો અને સહન કરો

બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂ પીવાથી 31 લોકોના મોત થયા છે. આ ઘટના ખૂબ જ કરોડ છે પરંતુ બિહાર સરકારના એક મંત્રીને આ મામલે મસ્તી કરવાનું સૂચવ્યું છે. અને તેમણે કહી દીધું છે કે ઝેરી શરાબ સહન કરવા માટે રમતગમત કરીને શક્તિનો વધારો કરો.બિહારના એક મંત્રી નું આ નિવેદન ભારે ચર્ચમાં આવ્યો છે. બિહાર સરકારના મંત્રી સમીર મહાશેઠ એ આ નિવેદન આપ્યું છે જેના કારણે બિહાર સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ વાતથી મુખ્યમંત્રી નીતિશકુમાર પણ નારાજ થયા છે.

બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી 27 લોકોને પોતાનું જીવ ગુમાવવો પડ્યો છે. તેના પરિવારના લોકોને હાલત ખરાબ થઈ રહી છે તેવામાં સરકારના મંત્રી રાજનીતિ કરવા માટે બેફામ નિવેદન કરી રહ્યા છે. આ વાતની ખૂબ જ ટીકા થઈ રહી છે.

એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મંત્રીને લઠ્ઠા કાંડ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ એવો આપ્યો હતો કે રમતગમત રમીને લોકોએ શક્તિ વધારવી જોઈએ જેથી તેઓ ઝેરી દારૂ સહન કરી શકે. આમ કરવાથી તેમની એમ્યુનિટી વધશે અને દારૂ પીને મરવાથી બચી શકશે.

મહત્વનું છે કે બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે તે ઘટના સતત વિભાગમાં આવી રહી છે મૃતકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.