India

ઘરમાં ચાર દીકરીઓ જન્મ થવા પર ગુસ્સામાં હતા પિતા પણ પછી આજે વિશ્વમાં ઓળખાય છે દીકરીઓથી

આજના જમાનામાં મહિલાઓ પુરુષ કરતા દરેક ક્ષેત્રમાં આગળ નીકળી ગઈ છે. પણ એક સમય હતો જયારે ઘરમાં છોકરીનો જન્મ થતો તો તેને એક શાપ માનવામાં આવતો હતી. આવી જ વિચારધારા હતી શક્તિ મોહન, નીતિ મોહન, મુક્તિ મોહન અને કીર્તિ મોહનના પિતાની. તમારામાંથી ઘણા લોકો માટે આ નામ જાણીતા હશે તો ઘણા માટે આ નામ હજી નવા હશે તો ચાલો તમને જણાવીએ કોણ છે આ ચાર બહેનો.

આજે મોહન બહેનો બોલીવુડ પર રાજ કરી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેના પિતા બ્રિજ મોહન શર્મા 4 છોકરીઓના જન્મથી ખૂબ નારાજ હતા. તેને 4 છોકરીઓના પિતા બનવાની મંજૂરી નહોતી. પરંતુ આજે લોકો તેમને તેમની દીકરીઓના કારણે જ ઓળખે છે. હવે તેના પિતાને ખાતરી થઈ ગઈ છે કે દીકરીઓ કોઈથી ઓછી નથી હોતી. આખરે આ મોહન બહેનો કોણ છે અને બોલિવૂડમાં તેમનું શું યોગદાન છે, ચાલો તમને જણાવીએ.

નીતિ મોહન : ચાર બહેનમાં સૌથી મોટી છે નીતિ. નીતિ આજે બૉલીવુડની જાણીતી સિંગર છે. તે અત્યારસુધી ઘણી ફિલ્મોમાં ગીત ગાઈ ચુકી છે. તેને લોકપ્રિયતા ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મનું એક ગીત હતું ‘ઇશ્ક વાલા લવ’ તેનાથી મળી હતી. તે પછી તેમણે ઘણા હિટ ગીતો આપ્યા હતા. આજે બધા તેમની સાથે કામ કરવા માંગે છે. હમણાં જ નીતિએ નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યા છે.

શક્તિ મોહન : શક્તિ મોહન આજે બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તે રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની વિનર પણ રહી ચૂકી છે. આજકાલ તે ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. શક્તિએ બોલિવૂડના ઘણા પ્રખ્યાત ગીતોની કોરિયોગ્રાફી કરી છે. ફિલ્મ પદ્માવતનું પ્રખ્યાત ગીત ‘નેનો વાલે ને’ શક્તિએ કોરિયોગ્રાફ કર્યું હતું.

તેના પછી મુક્તિ મોહનનો નંબર આવે છે. મુક્તિ મોહન પણ શક્તિની જેમ જ કોરિયોગ્રાફર છે. તેણે ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી પણ કરી છે. મુક્તિ ભારતની પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. આ સિવાય મુક્તિ પણ એક અભિનેત્રી છે અને તેણે નાના પડદા પર કામ કર્યું છે.કીર્તિ મોહન ચાર બહેનોમાં સૌથી નાની છે. કીર્તિ તેની બહેનોની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી. ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર હોવા છતાં તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે.