સુરતમાં ટેલરિંગનું કામ કરતા 42 વર્ષીય જયેશભાઈ પટેલનું હાર્ટએટેકથી મોત
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા સમયગાળામાં હાર્ટએટેકથી 30 થી ૪૦ થી વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર સુરતથી સામે આવ્યા છે.
સુરતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના અઠવા વિસ્તારમાં 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ટેલરિંગનું કામ કરનાર જયેશભાઈ પટેલ આજે સવારના બાથરૂમમાં ન્હાવા જતા હતા તે સમયે તેમને અચાનક અટેક આવી ગયો હતો. ત્યાર બાદ પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તે ઘરમાં કમાવવાળા એકના એક વ્યક્તિ હતા. તેમના અવસાનથી પરિવાજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
સુરતના ઓલપાડી મોહલામાં રહેનાર 42 વર્ષ જયેશભાઈ ચીમનભાઈ પટેલ ટેલરિંગ નું કામ કરી રહ્યા હતા. તેમાં આજ સવારના તે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવતા પરિવારના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પર રહેલ તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.