આ કંપનીમાં કામ કરવાવાળા કર્મચારીને કંપની આપશે 5 કરોડ રૂપિયાનું વેકેશન ગીફ્ટ
કોરોના કાળમાં લગભગ બધાના માથે મુસીબત આવી જ હશે. જેની પાસે કામ હતું તેમને ઘરે બેસીને કામ કરવું મુસીબત લાગતું હતું, તો ઘણા પાસે કામ નહોતું એટલે તેઓ બેરોજગારી ને મુસીબત માનતા હતા. ઘણા લોકોનો બિઝનેસ સારો પણ થઈ ગયો. અને ઘણા લોકોના ધંધા લોકડાઉનને લીધે સમેટી લેવો પડ્યો હતો. તો ઘણા લોકો એવા પણ હતા કે જેમને પોતાની નોકરીથી હાથ ધોવો પડ્યો હતો.
આવી સ્થિતિમાં ઘણા એવા કર્મચારીઓ હતા જેમણે આ લોકડાઉનમાં પોતાની કંપની માટે એટલી મહેનત કરી હતી કે હવે કંપની તે કર્મચારીઓને ભેટ આપી રહી છે. આ કંપની સાથે પણ આવું જ થઈ રહ્યું છે. હકીકતમાં, બ્રિટનની એક કંપની કોરોના સમયગાળા દરમિયાન અહીં કામ કરતા કર્મચારીઓને મોટી ભેટ આપી રહી છે. આ ગિફ્ટમાં કંપની પોતાના કર્મચારીઓને વેકેશન પર મોકલી રહી છે. કંપનીએ આ વેકેશન માટે કરોડો ખર્ચવા પણ પડી શકે છે.
આ કંપની વિશે તમને જણાવી દઈએ કે યુકેની આ કંપનીનું નામ છે યોક. તે એક ભરતી એજન્સી છે. જ્યારે આ કંપનીને વેકેશન પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો કંપનીએ કહ્યું કે કંપની એ લોકોનો આભાર કહેવા માંગે છે જેમણે કોરોના મહામારીના ખરાબ સમયમાં કંપનીને સાથ આપ્યો હતો. અહીં કામ કર્યું. કંપની કર્મચારીઓને થેંક્યુ ગિફ્ટ તરીકે વેકેશન આપી રહી છે. કંપનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે તેઓ તેમના કર્મચારીઓને મફત રજાઓ આપી રહી છે.
કંપનીના લિન્ક્ડઇન એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના 55 કર્મચારીઓને વેકેશન પર લઈ જશે. કંપની તરફથી વેકેશન કોઈ નાની મોટી જગ્યાએ નહીં પણ નોર્થ વેસ્ટ આફ્રિકાથી સ્પેનના કૈનરી આઇલેન્ડ્સ પર આપવામાં આવશે. કંપની પ્રમાણે આ વેકેશન 5 દિવસનું રહેશે. આ વેકેશનનો પૂરો ખર્ચ કંપની જ ઉઠાવશે. જો કે હજી કંપનીએ વેકેશન માટે કોઈ તારીખ નક્કી કરી નથી પણ કંપનીએ એપ્રિલ મહિનામાં પોતાના કર્મચારીઓને આ વેકેશન આપશે એવી વાત છે.
કંપની આ વેકેશન ગિફ્ટ માટે પણ ઘણો ખર્ચ કરવા જઈ રહી છે. કંપનીની વેકેશન ટ્રીપમાં લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જો કે, તેના પર કંપનીનું કહેવું છે કે ગયા વર્ષે કંપનીએ તેના કર્મચારીઓના કામના કારણે સારો નફો કર્યો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને ખુશ કરવાની જવાબદારી પણ કંપનીની છે. તમને જણાવી દઈએ કે યોક કાર્ડિફની પહેલી કંપની છે જે પોતાના કર્મચારીઓને ગિફ્ટ તરીકે ફ્રી વેકેશન આપી રહી છે.