India

આશ્ચર્યજનક કિસ્સો : પાંચ વર્ષનો બાળક પ્લેનમાં એકલો પહોચ્યો દિલ્હી થી બેંગલુર,માતા એરપોર્ટ પર લેવા આવી..

આપણે જાણીએ છીએ કે ઘરેલુ ફ્લાઇટ્સની યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે અને આ યાત્રામાં પાંચ વર્ષના વિહાન નામના બાળકની એક અનોખી કહાની સામે આવી છે.તમને જણાવી દઈએ કે આ પાંચ વર્ષનો બાળક એકલો એક ફ્લાઈટમાં દિલ્હીથી બેંગ્લોર આવ્યો હતો. તે આશ્ચર્યજનક લાગે છે પરંતુ આવું થયું છે.

અહી ઉલ્લેખનીય છે કે દેશમાં લોકડાઉન થવાને કારણે ઘરેલુ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી અને લોકો લાંબી મુસાફરી કરી શકતા નહોતા. આજથી ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થઈ ત્યારે વિહાને તેની માતાથી ત્રણ મહિના દૂર પહેલી વાર તેની માતાને મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે વિહાન દિલ્હીથી બેંગ્લોરની ફ્લાઇટમાં એકલો આવ્યો હતો. વિહાન શર્માની માતા મંજરી શર્માએ જણાવ્યું આ બાબતે જણાવ્યુ હતું કે તેનો પુત્ર છેલ્લા ત્રણ મહિનાથી તેના દાદા-દાદી સાથે દિલ્હીમાં હતો. લોકડાઉન થાય તે પહેલાં તે દિલ્હી ગયો હતો અને પછી ત્યાં જ તે અટવાઇ ગયો હતો.

વિહાન એકલા દિલ્હીથી બેંગ્લોર આવ્યો હતો અને તેની માતા તેને અહીંના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેવા માટે આવી હતી. વિહાનને ફ્લાઇટ સ્ટાફ દ્વારા તેની માતા પાસે લઈ જવામાં આવ્યો હતો. વિહાનની માતાએ વધુમાં કહ્યું હતું કે તેમણે સાવધાનીનું ધ્યાન રાખીને પુત્રને ગળે લગાડ્યો નહોતો.

ઘરેલું ફ્લાઇટ્સ શરૂ થયા પછી, બે વિમાન દિલ્હીથી કર્ણાટક એરપોર્ટ પર ઉતર્યા છે, જેમાંથી એક વિમાનમાં વિહાન બેઠો હતો.