Ajab GajabCorona VirusIndiaNews

55 વર્ષીય આ કાકા બોલી-ચાલી શકતા ન હતા પણ કોરોનાની રસી લીધા પછી થયો એવો ચમત્કાર કે…

કોરોના વાયરસને હરાવવા માટે દેશભરમાં કોવિડ રસી અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે,ત્યારે ઝારખંડના બોકારો જિલ્લામાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો છે.ગુરુવારે,અહીંના ડોકટરોએ દાવો કર્યો હતો કે પાંચ વર્ષ પહેલા માર્ગ અકસ્માત બાદ પથારીમાં પડેલા 55 વર્ષીય વ્યક્તિએ એન્ટી-કોવિડ કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા,એટલું જ નહીં તે ચાલવા-ફરવામાં પણ સક્ષમ થઈ ગયા.

હકીકતમાં,આ ઘટના બોકારો જિલ્લાના પિતરવાર વિસ્તારમાં ઉત્તાસરા પંચાયતના સલગાડીહ ગામના રહેવાસી દુલારચંદ મુંડા સાથે બની.આ કિસ્સામાં,ડોકટરોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા થયેલા માર્ગ અકસ્માત બાદ દુલારચંદ મુંડા બોલવામાં કે ચાલવામાં અસમર્થ હતા.

હેલ્થ સેન્ટરના ઈન્ચાર્જ ડોક્ટરે જણાવ્યું હતું કે એક આંગણવાડી કાર્યકર્તાએ 4 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાને મુંડાને કોવિશિલ્ડ રસી આપી હતી.બીજા દિવસે,આ વ્યક્તિને હરતા-ફરતા અને બોલતા જોઈને પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા.

આ ઘટના પર બોકારોના સિવિલ સર્જન ડૉ.જિતેન્દ્ર કુમારે કહ્યું કે આ ‘ચમત્કારિક ઘટના’ની તપાસ માટે ત્રણ સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે.તેમણે કહ્યું કે દુલારચંદ મુંડા કરોડરજ્જુની સમસ્યાને કારણે છેલ્લા એક વર્ષથી સંપૂર્ણપણે પથારીવશ હતા.તેમણે દાવો કર્યો કે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ પછી,દુલારચંદ મુંડાએ માત્ર ચાલવાનું જ નહીં પરંતુ બોલવા પણ લાગ્યા.