રાજસ્થાન : 7 લાખના બદલામાં ખેડૂત પાસે વસૂલ્યા 46 લાખ રૂપિયા
બેન્ક પાસેથી લીધેલ લોનની આટલી મોટી રકમ ચૂકવવી પડશે એવું આ પરિવારે ક્યારેય વિચાર્યું હશે નહિ, પણ રાજસ્થાનના એક ખેડૂત પરિવાર સાથે થયું છે કંઈક એવું જ. આ પરિવાર તેમની જમીન નીલમ કરી રહેલ બેન્કના અધિકારીઓ સામે ખુબ વિનંતી કરે છે પણ બેન્કવાળા માનતા નથી અને 7 લાખ રૂપિયા નહિ ચૂકવવાના બદલામાં 46 લાખની રકમ લઈને ચાલ્યા જાય છે. ચાલો જણાવીએ શું છે આખી બાબત.
હકીકતમાં, રાજ્યના દૌસા જિલ્લાના જામુન કી ધાનીના રહેવાસી ખેડૂત પરિવારની 15 વીઘા બે બિસ્વા (લગભગ ચાર હેક્ટર) જમીન સત્તાવાળાઓ દ્વારા હરાજી કરવામાં આવી હતી. ખેડૂત પરિવારના વડા કાજોદ મીણાએ લગભગ પાંચ વર્ષ પહેલાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા દૌસા જિલ્લાના રામગઢ પચવારા સ્થિત રાજસ્થાન મરુધરા ગ્રામીણ બેંકમાંથી 7 લાખ રૂપિયાની લોન લીધી હતી. દરમિયાન કાજોદનું મોત થયું હતું. આ પછી બેંક અધિકારીઓએ ખેડૂતના બે પુત્રો રાજુલાલ અને પપ્પુલાલને પૈસા જમા કરાવવા માટે ચાર નોટિસ આપી હતી, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓ લોન ભરપાઈ કરી શક્યા ન હતા.
તેમણે ગેહલોત સરકાર દ્વારા લોન માફીના વચન પર આશા રાખી હતી. દરમિયાન, તેમની જમીન ગયા મહિને અટેચ કરવામાં આવી હતી અને મંગળવારે તેની હરાજી પણ કરવામાં આવી હતી. હરાજી દરમિયાન ખેડૂત પરિવારના સભ્યોએ રડતા રડતા બેંક અધિકારીઓને લોન જલ્દી ચૂકવવા વિનંતી કરી હતી, પરંતુ તેઓ માન્યા ન હતા અને 46 લાખ 51 હજાર રૂપિયામાં જમીનની હરાજી કરવામાં આવી હતી.
સબ ડિવિઝનલ ઓફિસર રામજીલાલની પરવાનગીથી તહેસીલ કચેરીમાં હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બેંક અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતે લોનની ચુકવણી કરી ન હતી. ખેડૂત પરિવારનો અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. સમાધાન માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા ન મળતા પછી હરાજી કરવી પડી હતી.
બીજી બાજુ જમીન નીલામીની જાણકારી મળ્યા પછી રાજ્યસભા સદસ્ય ડૉ. કિરોડી લાલ મીણા ખેડૂત પરિવાર પાસે પહોંચે છે. તેઓ આજુબાજુના ખેડૂતોને ભેગા કરે છે અને આંદોલનની તૈયારી કરે છે. તેમણે વોટ લેવા માટે સરકારને દેવું માફ કરવાનું વચન આપ્યું હતું, પણ હવે તે પૂરું કરી રહ્યા નથી. બીજી બાજુ કિસાન આંદોલનથી જોડાયેલ નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂત રાજુલાલ સાથે ફોન પર વાત કરે છે. રાજસ્થાનમાં ખેડૂતનું દેવું માફ કરવાનું વચન આપીને સત્તામાં આવેલ કોંગ્રેસ એ પોતાનું આપેલ વચન પાળવામાં અસફળ દેખાઈ રહી છે. કોંગ્રેસ સરકારને સત્તા પર આવીએ 3 વર્ષથી વધુ સમય થઇ ગયો છે, પણ હજી સુધી ખેડૂતોના દેવા માફ કરવાનું વચન પૂરું થયું નથી.
રાજસ્થાનના સહકારી મંત્રી ઉદયલાલ અંજનાએ કહ્યું કે ત્રણ વર્ષમાં સહકારી બેંકોની 14 હજાર કરોડની લોન માફ કરવામાં આવી છે. બાકીની પ્રક્રિયા ચાલુ છે. જે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લોન લીધી છે તેમને માફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દૌસામાં ખેડૂતોની જમીનની હરાજી મામલે તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકની લોન અને વ્યાજની રકમ જમા કરાવ્યા બાદ બાકીની રકમ ખેડૂત પરિવારને આપવાની તૈયારી ચાલી રહી છે.