રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. આવો જ એક મામલો અમદાવાદના નરોડા વિસ્તારથી સામે આવ્યો છે. અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આવેલી પાણીની ટાંકી નજીક એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. રસ્તા પરથી પસાર થતા એક વ્યક્તિ દ્વારા વૃદ્ધાને ઓળખી લેતા મૃતક વૃદ્ધાના દીકરીને જાણ કરી દેવાઈ હતી.
તમને જણાવી દઈએ કે, મૃતક વૃદ્ધાની દીકરી જાણકારી મળતા તે ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જ્યારે મૃતકનો ગળે કપડા વડે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની સાથે જ તેના ગુપ્ત ભાગમાં પણ ઇજાઓ પહોંચી હતી અને આંખ, નાક, કાન માંથી લોહી નીકળતા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલામાં મૃતકની દીકરી દ્વારા નરોડા પોલીસને જાણ કરી હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે નરોડા પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મુજબ, મૃતક વૃદ્ધાનું નામ ચંપાબેન ઠાકોર છે અને તે નરોડા ક્રોસિંગ પાસે રહેતા હતા. મૃતક ચંપાબેન એકલવાયું જીવન પસાર કરે છે. 27 તારીખના રોજ ચંપાબેન પાણીની ટાંકી પાછળ લાકડા કાપવા માટે ગયા હતા ત્યાં તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. ચંપાબેનને ગળે કપડાં વડે ટૂંપો આપવામાં આવ્યો હોય અને ત્યાર બાદ તેના મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દિધાનું પોલીસ અનુમાન કરવામાં આવી રહ્યું છે. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.