GujaratIndiaNewsStory

૭૨ વર્ષીય રતન બા તેમની હોટલમાં આજે પણ બાજરી-મકાઈ અને જુવારના રોટલા બનાવી લોકોને પ્રેમથી જમાડે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું એ રેસ્ટોરન્ટની જ્યાં ફક્ત ૧૩૦ રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે છે,આ રેસ્ટોરન્ટનું નામ ક્રિષ્ના કાઠિયાવાડી કિચન છે.જ્યાં ૧૩૦ રૂપિયામાં ૩ જાતના રોટલા જેમાં બાજરી-મકાઈ,જુવારના રોટલા,ભાખરી,રોટલી,સ્વીટ,ફરસાણ, ૫ જાતના શાક, ૧૦ જાતના સલાડ, ૬ જાતના અથાણા,દાળ-ભાત, આ બધુ જ ભરપેટ જમી શકો છો.

જો આપણે આ રેસ્ટોરન્ટના એડ્રેસની વાત કરીએ તો આ રેસ્ટોરંટ વાંકાનેર ચોકડી કુવાડવા ગામે આ હોટેલ આવેલી છે,જો તમે આ બાજુ જાઓ તો આ રેસ્ટોરન્ટ પર જમવા માટે જઈ શકો છો,અને જો તમને સરનામું ન મળે તો ૯૮૯૮૨ ૦૩૩૨૯ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.

આ રેસ્ટોરન્ટના માલીકનું નામ ભગુભાઈ છે,જેઓએ સફળ બનવા શરૂઆતમાં ૫-૬ વર્ષ હોટલમાં વેઇટર તરીકે નોકરી હતી.આજે તેમણે પોતાની રેસ્ટોરન્ટ છે.તેઓ ઈચ્છે છે કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે.હોટેલ માલિક ભગુભાઈએ કહ્યું કે,મારા મમ્મી જેઓનું નામ રતનબેન છે જેઓ ૭૨ વર્ષની ઉંમરે પણ બાજરીના રોટલા બનાવે છે.

તેમણે વધુમાં કહ્યું,અમે ના પાડીએ છતાં પણ તેઓ આ કામ કરે છે,રતનબેન કહે છે મને આ કામમાં ખૂબ જ આનંદ થાય છે.૭૨ વર્ષના આ બા આજે પણ બાજરીના રોટલા,મકાઈનાં રોટલા,જુવારના રોટલા બનાવી ગ્રાહકોને ખૂબ પ્રેમથી જમાડે છે.જો તમે પણ આ વિસ્તારમાં જાઓ તો બા ના હાથના રોટલા ખાવાનું ન ભૂલતા.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.