8 માંથી આ 4 મોટા શહેરોમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર પહોંચ્યાના અણસાર, જાણો ક્યાં શું સ્થિતિ છે,
દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે,કોરોનાના કેસ દિન-પ્રતિદિન સતત વધી રહ્યા છે.જો કે હવે આ મામલે સારા સમાચારના અહેવાલ છે.દેશના ચાર શહેરો,જેઓ કોરોનાની આ લહેરમાં ટોચ પર હોવાનું જણાય છે,જેમાં મુંબઈ,કોલકાતા,ચેન્નઈ અને દિલ્હીમાં છેલ્લા સાત દિવસના સરેરાશ કેસોમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સરેરાશ ઘટાડાથી કોરોના મહામારીની લહેર ઓછી થઈ ગઈ હોવાનું જણાય છે.જો આપણે આ ૮ શહેર જેમાં મુંબઈ,દિલ્હી,કોલકાતા, ચેન્નઈ,બેંગલુરુ,પુણે,હૈદરાબાદ અને અમદાવાદની વાત કરીએ તો આ બધા શહેરોમાં નવા સંક્રમણના કેસ ઓછા થઈ રહ્યા છે.
આંકડા અનુસાર બેંગલુરુ કોરોના મહામારીની આ ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત શહેર હોવાનું જણાય છે.શહેરમાં ૧૬ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ૩ લાખ કેસ નોંધાયા છે,જે ફક્ત દિલ્હીના કુલ કેસનો આંક ૩.૪ લાખથી પાછળ છે.મુંબઈ શહેર પણ કોરોનાની આ વેવમાં તેની ચરમસીમાએ પહોંચી છે,જેમાં સાત દિવસની સરેરાશ જોઈએ તો કેસ ઓછા થતા સામે આવ્યા છે.
જો કે આ સરેરાશ કેસોમાં ઘટાડો થતા જો આવું જ આગામી થોડા દિવસો સુધી રહેશે તો તેને પીક ગણવામાં આવશે.થોડા દિવસ પહેલા મોટા તબીબોએ જણાવ્યુ હતું કે કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ હજુ સુધી ઘાતક સાબિત થયો નથી,રાજ્યમાં હજુ બાકી રહેલ લોકોને ઝડપથી વેક્સિનેશન કરવામાં આવશે,તેમ પણ અપીલ કરાઇ છે,અને આપણી પણ ફરજ બને છે કે વેક્સિન લેવાની બાકી હોય તો ઝડપથી લઈ લો,જેથી કોરોના સંક્રમણ સામે લડત લડી શકાય.