Ajab GajabInternationalStoryUSA

9 વર્ષના આ ટેણિયાની કહાની બધાથી અલગ જ, હકીકત જાણીને તમે પણ દંગ રહી જશો…

નમસ્કાર મિત્રો,આજે આપણે વાત કરીશું 9 વર્ષના બાળકની,જેનો જન્મ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થયો છે.આ બાળક વિશે આપણે કલ્પના પણ ન કરીએ એટલી બુદ્ધિ ધરાવે છે.આ બાળક સર આઈઝેક અને ન્યૂટન જેવી શક્તિ ધરાવે છે.આ બાળકનું નામ સોબોરનો આઇઝેક બારી છે.તેના પિતા રાશિદુલ બારી મૂળ બાંગ્લાદેશના છે.

ભૌતિક વિજ્ઞાન 2021 નો નોબલ પારિતોષિક માટે આ બાળકનું નામ સૂચવવામાં આવ્યું હતું.આ બાળક 2 વર્ષનો થયો ત્યારે ફિઝીક્સ,મેથ્સ અને કેમેસ્ટ્રીના અઘરા દાખલા ગણવા લાગ્યો.આ વાત તેના માતા-પિતાએ સોશિયલ મીડિયા પર શેર કરી.દિવસે-દિવસે તેના વિડીયો વાયરલ થવા લાગ્યા.

ત્રીજા વર્ષે તેને અમેરિકાના વિશ્વવિખ્યાત રેડિયો સ્ટેશન વોઇસ ઓફ અમેરીકામાંથી આ બાળકને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો.સમય જતા આ બાળક સોબોરનો આઈઝેક બારીથી ઓળખવા લાગ્યો. ત્યારબાદ 2016 માં સિટી કોલેજ ઓફ ન્યૂયોર્કના લિસા કોઈકોએ ઇન્ટરવ્યુ લીધો.

જેમાં સોબોરનોએ ગણિત,ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના PhD લેવલના પ્રશ્નોના જવાબ આંખના પલકારમાં આપી દીધા.નવેમ્બર 2016 માં ઓબામાએ સોબરોનોને પત્ર લખ્યો હતો.લોકો હવે તેને પ્રોફેસર સોબરોનો આઇઝેક તરીકે ઓળખે છે.કારણ કે તે મુંબઈ યુનિવર્સિટીની રૂઈયા કોલેજ સહિત વિશ્વની 15 નામાંકિત યુનિવર્સિટીમાં વીઝીટીંગ પ્રોફેસર તરીકે લેક્ચર આપી ચૂક્યો છે.

જેમાં પ્રતિષ્ઠિત હાવર્ડ યુનિવર્સિટી પણ સામેલ છે.તેને 70 પાનાનું એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ THE LOVE છે. તેઓ લખે છે કે,હું મુસ્લિમ તરીકે હું ઇસ્લામ ધર્મને પ્રેમ કરું છું પણ હું હિંદુત્વ,બુદ્ધિજમ,જુડીજ્મ અને ક્રિષ્ટાનિટીનું સન્માન કરું છું.મને ઈદ ઉજવવી ગમે છે,સાથે દુર્ગા પુજા,મોઢું પૂર્ણિમા,રોષ હસના અને ક્રિસમસ ઉજવણી પણ ગમે છે.

2014 માં ભારત સરકાર દ્વારા આ બાળકને ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડેજીનો ખિતાબથી નવાજવામાં આવ્યો છે.વિશ્વના 101 અદભૂત બાળકોમાં સૌથી મોખરે છે. અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.