BjpIndiaPolitics

મહારાષ્ટ્ર વિવાદ બોલ્યા અમિત શાહ: શિવસેના વિશે કહ્યું, “6 મહિના છે બનાવી લો સરકાર”

મહારાષ્ટ્રમાં એક પણ પક્ષ સરકાર બનાવવા માટે બહુમત સાબિત ન કટી શકતા આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે ભાજપના અધ્યક્ષ Amit Shah એ પહેલી વખત મહારાષ્ટ્ર મામલે ખુલીને વાત કરી હતી.ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે અમને Shivsena ની માંગ સ્વીકાર્ય નથી. ઘણી વખત હું અને પીએમ મોદીએ જાહેરમાં કહી ચૂક્યા હતા કે અમારું ગઠબંધન ચૂંટણી જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ જ સીએમ હશે.

શાહે કહ્યું કે ત્યારે તો કોઈએ વિરોધ કર્યો નહીં અને હવે નવી માગ લઈને આવ્યા છે જે અમને સ્વીકાર્ય નથી.અમિત શાહે કહ્યું કે સરકાર રચવા માટે કોઈ રાજ્યપાલે આટલો સમય એક પણ રાજ્યમાં આપ્યો નથી.18 દિવસના સમયમાં રાજ્યપાલે દરેક પાર્ટીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું જેમાં શિવસેના,Congress અને અમે ગયા હતા પણ બાહમત ન હોવાથી સરકાર ન બની.

જો આજે પણ કોઈ પક્ષ પાસે બહુમતનો આંકડો છે તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે.આજે પણ પક્ષોની પાસે તક છે. તક ન આપવાનો સવાલ ક્યાં છે. એક બંધારણીય પદને રાજકારણ માટે ઢસેડવું લોકશાહી માટે યોગ્ય નથી. રાજ્યપાલે બધાને 6 મહિનાનો સમય આપી દીધો, બનાવો ભાઈ સરકાર.

શાહે કહ્યું કે મારી પાર્ટીના સંસ્કાર એ નથી કે બંધ રૂમની વાતને જાહેર કરીએ. રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી મોટું નુકસાન BJP ને થયું છે.અમે વિશ્વાસઘાત નથી કર્યો. અમે શિવસેનાની સાથે સરકાર બનાવવા માટે તૈયાર હતા. શિવસેના ની ઘણી માંગો અમે માની શકીએ તેમ ન હતા.શાહે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે વચગાળાની ચૂંટણી થાય. 6 મહિના પૂરા થશે ત્યારે રાજ્યપાલ કાયદાકીય સલાહ લઈને આગળ વધશે.