GujaratInternationalNorth GujaratUSA

અમેરિકામાં રહેતા મહેસાણાના 2 યુવકોની લૂંટ માટે કરાઈ હત્યા, ઘટના CCTVમાં કેદ

અમેરિકામાં કામધંધા માટે ગુજરાતથી વતન છોડીને ગયેલા બે ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના સાઉથ કોરોલીના માં એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કર્યો હતો.હુમલામાં બંને યુવકોના મોત થયા હતા.

મહેસાણાના ભટાસણના રહેવાસી ચિરાગ અને કિરણ પર થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સૌથી પહેલા બન્ને યુવકો અને લૂંટારૂઓ વચ્ચે મારામારી થઇ હતી તેવું ફુટેજમાં દેખાઈ છે.બાદમાં લૂંટારૃઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું જેમાં બંને યુવકોને ગોળી વાગી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો પળેપળના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પોલીસના જણાવ્યા મુજબ ગુરૂવારે 10.40 વાગ્યે ચાર શખ્શો ડેનમાર્કમાં એક પેટ્રોલ પમ્પ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. હથિયાર સાથે આવેલા શખ્શોએ લૂંટ મચાવવાના માટે હુમલો કર્યો હતો જેમાં પહેલા કડીના યુવકોએ તેનો સામનો કર્યો હતો પણ અચાનક લૂંટારૃઓએ બંદૂક કાઢીને ફાયરિંગ શરુ કરતા બંને ગુજરાતી યુવકોને ગોળી વાગતા બન્નેના મોત થયા હતા.

મહેસાણાના કડીના યુવકો અમેરિકામાં રોજગારી માટે ગયા હતા. બંન્ને એક પેટ્રોલ પંપ પર સ્ટૉરમાં નોકરી કરતા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

કડીના યુવકે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો જોકે અંતે તેણ દમ તોડી દીધો હતો. અમેરિકામાં અવારનવાર અનેક ગુજરાતીઓ પર આ રીતે હુમલા થતા રહયા છે અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે.