મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ભાજપ,કોંગ્રેસ, એનસીપી,શિવસેના મથામણ કરી રહ્યા હતા પણ આખરે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.શિવસેના-કોંગ્રેસ-NCP દરરોજ બેઠકો કરતા રહ્યા અને સરકાર બનાવવાના દવા કરતા હતા પરંતુ અચાનક જ આજે વહેલી સવારે ભાજપ-NCP ગઠબંધને સરકાર બનાવી લીધી અને દેવેન્દ્ર સીએમ બન્યા તો એનસીપીના અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા.
ગઈકાલ રાત સુધી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સીએમ બનવાના સપના જોતા હતા.ગઈકાલે શિવસેના, NCP અને કોંગ્રેસ વચ્ચે બેઠક બાદ સરકાર રચાવાનું સાવ નક્કી જ થઈ ગયું હતું.બેઠક બાદ NCP ના શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી બની છે. પણ રાતોરાત આવેલ રાજકીય ભૂકંપથી કોંગ્રેસ અને શિવસેના ચોંકી ગયા છે.
રાતોરાત ભાજપ અને એનસીપીનું ગઠબંધન થયું અને વહેલી સવારે જ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા અને એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ ના શપથ લીધા. ફડણવીસે કહ્યું કે શિવસેનાની સરકાર બની હોત તો તે લમ્બો સમય ચાલી શકે તેમ હતું નહીં.મહારાષ્ટ્રને સ્થિર સરકારની જરૂર હતી. આ નિર્ણય માટે હું અજિત પવારનો આભારી છું.