વાયબી સેન્ટરથી એનસીપીના ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. પ્રફુલ પટેલ પણ NCP સુપ્રીમો શરદ પવાર સાથે હાજર છે. સવારે અજિત પવાર સાથે જોવા મળેલા ધારાસભ્ય ધનંજય મુંડે પણ મીટિંગમાં પહોંચી ગયા છે. ભાજપે એનસીપીના 9 ધારાસભ્યોને દિલ્હી મોકલવા પ્લેન તૈયાર કર્યું હતું પણ NCP ના ધનંજય મુંડે સહીત 2 ધારાસભ્યો એરપોર્ટ જવાને બદલે શરદ પવારની બેઠકમાં મળવા પહોંચ્યા છે ત્યારે હવે એનસીપી અજિત પવાર અને ભાજપની ગેમ કરી નાખે તો નવાઈ નહીં.
Shivsena ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ હોટલ લલિતમાં બેઠક દરમિયાન પોતાના ધારાસભ્યોને પૂછ્યું કે શું તમે ડરી ગયા છો. ધારાસભ્યોએ જવાબમાં “નહીં” કહ્યું અને કીધું કે અમે બધા તમારી સાથે જ છીએ. ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને મુંબઈ અથવા મુંબઈની બહાર અન્ય કોઈ સ્થળે મોકલવા કે નહીં તે નિર્ણય કરવાનો પણ અધિકાર આપ્યો હતો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર મહારાષ્ટ્રમાં મોડેથી ગંદી રમત રમવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યપાલો રાજકીય પક્ષોથી ઉપર છે. તેમણે બંધારણના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિને દખલ કરવા અને ટૂંક સમયમાં પાવર ટેસ્ટ કરવા કહ્યું અને કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોનું અહીં સ્વાગત કરશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 30 નવેમ્બર પહેલા વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવો પડશે, પરંતુ તે પહેલા શાસક પક્ષ અને વિપક્ષ તેમના ધારાસભ્યોને સુરક્ષિત સ્થાન મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભોપાલ ખસેડવાની યોજના બનાવી રહી હતી, પરંતુ બાદમાં તેણે જયપુર સ્થળાંતર કરવાનું નક્કી કર્યું. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભોપાલની જગ્યાએ જયપુરમાં રાખવાનું પસંદ કરે છે.