સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર મામલે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. બીજેપીએ આવતીકાલ સુધીમાં બહુમત સાબિત કરવાનું છે. જો કે આ બધા વચ્ચે મોટા સમાચાર આવી રહયા છે કે ભાજપના સાથિદાર અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે રાજીનામુ આપી દીધું છે. અજીત પવારે ફરી વાર એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે તાબડતોડ 3:30 વાગ્યે પ્રેસ કોન્ફરસન બોલાવી છે જેમાં મોટી જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો ફડણવીસ પ્રેસ કોન્ફરન્સમાં રાજીનામાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો મોદી અને અમિત શાહ પણ શરમમાં મુકાઈ શકે છે.ભાજપે અજિત પવારને સાથે રાખીને બહુમત વગર જ સરકાર બનાવીને શપથ લઈ લીધા હતા.
ગઈકાલે શિવસેના,કોંગ્રેસ અને એનસીપીએ 162 ધારાસભ્યોનું શક્તિપ્રદર્શન કરતા જ ભાજપના હોશ ઉડી ગયા હતા.હાલ માહિતી મુજબ અજિત પવાર પાસે ધારાસભ્યો નથી અને તેમણે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામુ આપી દીધું છે.