હૈદરાબાદમાં મહિલા Doctor ને ગેંગરેપ બાદ સળગાવી દેવા મામે આખા દેશમાં તંત્રનો વિરોધ થઇ રહ્યો છે. લોકો મહિલા સુરક્ષા અંગે સવાલો ઉઠાવી રહયા છે ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પીડિતાનું મોઢું દબાવીને બંધ કરી દીધું હતું જેથી પીડિતા બૂમો પાડીને મદદ ન માંગી શકે. પ્રાથમિક તપાસ મુજબ શ્વાસ રૂંધાવાથી પીડિતાનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચોંકવનારી અબ્બત એ છે કે પોલીસે જણાવ્યું કે આરોપીએ ષડયંત્ર રચીને પીડિતાની સ્કૂટીમાં પંચર કદી દીધું હતું અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો.
તેલંગણા Police એ આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા નામના આરોપીઓ સામેલ છે. આખી ઘટના રાત્રે 9-30થી 10 વચ્ચે બની હતી.આરોપીએ ગેંગ રેપ બાદ પીડિતાના મૃતદેહને ટ્રક પર લઈ જઈને અવાવરૂં જગ્યાએ સળગાવી દીધી હતી.
આરોપીની ધરપકડ લોકોની પૂછપરછ અને CCTV ફૂટેજના સહારે કરવામાં આવી છે તેવું પોલીસનું કહેવું છે. આરોપીઓએ જોયું કે એક મહિલાએ ટોલ પ્લાઝા પાસે પોતાની સ્કૂટી પાર્ક કરે છે તેવું જોયું હતું બાદમાં બધાએ ગેંગરેપનું ષડયંત્ર બનાવ્યું હતું.મહિલા ડોક્ટર 9 વાગ્યે પોતાની સ્કૂટી લેવા આવી હતી. પણ આરોપીઓએ સ્કૂટીમાં પંચર કરી નાખ્યું હતું.ષડયંત્ર મુજબ મહોમ્મ્દ આરીફ મદદ કરવા આવ્યો અને અન્ય આરોપી સ્કૂટીને ગેરેજ લઈ જવાનું કહીને સ્કૂટી લઈ ગયો.
એટલામાં 3 આરોપીઓ મહિલા ડોક્ટરને નજીકના પ્લોટમાં લઈ ગયા હતા અને દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હતો.હાલ દેશમાં રોષનો માહોલ છે.રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. Delhi સંસદ હવન સામે પણ એક મહિલા આ મામલે ધરણા પર બેઠી છે.