નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહયા છે.દિલ્હીમાં તો સ્થિતિ ગંભીર બની ગઈ છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે પણ આ મામલે ઝંપલાવ્યું છે. હાર્દિક પટેલે કવિ રાહત ઈન્દોરીની એક શાયરી ટ્વિટ કરી લખ્યું છે કે ‘આ માટીમાં તમામ લોકોનું લોહી છે, હિન્દુસ્તાન કોઈના બાપનું નથી. હાર્દિકે લખ્યું કે અમુક લોકોને સમજતા વાર લાગશે કે હિન્દુસ્તાન કોઈના બાપનું નથી.
હાર્દિકે અગાઉ ટ્વીટમાં કહ્યું હતું કે ભાજપ પહેલા વિપક્ષમાં હતું પણ સત્તા મેળવવા માટે આ રીતે તોફાનો કરાવતું હતું.બીજેપીનો અર્થ ભારતીય જનતા પાર્ટી નહી પણ ભારત જલાઓ પાર્ટી છે.
આ ઉપરાંત હાર્દિકે મહેસાણા યજ્ઞમાં ન જવા દેવા માટે પણ સરકારને જવાબદાર ઠેરવતા કહે છે કે હું યજ્ઞમાં યજમાન છું પણ સરકાર મને મહેસાણામાં જતો રોકે છે.જો હું નહીં જાઉં તો મારી પત્ની કિંજલ પટેલ યજમાન બનશે.મારી ધાર્મિક લાગણીઓને દુભાવવાનું કામ સરકાર કરે છે. હાર્દિકે કહ્યું કે મારી પત્ની યજમાન બનશે. જય માં ઉમિયા..