હત્યાની કોશિશ જેવા ગુનામાં ધરપકડ બાદ કીર્તિ પટેલનું નવું કાંડ: પરિણીતાએ લગાવ્યો આવો આરોપ
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આજકાલ ખુબ જ ચર્ચામાં છે.ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે.ટિકટોક વીડિયો મામલે સુરતના યુવક પર જીવલેણ હુમલો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.પણ હવે કીર્તિ પટેલનો વધુ એક મામલો સામેં આવ્યો છે. Tiktok સ્ટાર કીર્તિ સામે નવા ખુલાસા થતા કીર્તિ વધુ ફસાઈ છે.સુરતના મોટા વરાછામાં કીર્તિ પટેલ મામલે એક નવું કાંડ સામે આવ્યું છે.
મોટા વરાછામાં નિશા ચલોડિયાએ કીર્તિ પટેલ પર બ્લેકમેલ કરવાનો મોટો આરોપ લાગ્યો છે. નિશા ચલોડિયાએ આ મામલે અમરોલી પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સામાન્ય કલમો હોવાથી કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરી દેવાઈ છે.
વિગતો જોઈએ તો, સુરતમાં રહેલી એક પરિણીતાએ એ કીર્તિ પટેલ દ્વારા હેરેસમેન્ટનો ભોગ બન્યાની વાત જણાવી હતી. તેમણે આરોપ લાગ્યો છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસે સામાન્ય કલમો હેઠળ જ ગુનો નોંધાયો હતો.બાદમાં કીર્તિને જમીન પર મુક્ત કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે સુરત પોલીસે મંગળવારે કીર્તિ પટેલની સુરતમાંથી ધરપકડ કરી હતી ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હૂમલો કરવાના આરોપમાં કલમ 307 હેઠળ તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કનુ ભરવાડ પર હુમલો કરવાના ગુનામાં ધરપકડ કરાઈ હતી.
બનાવ એવો હતો કે ટિક્ટોકના વિડીયો બાબતે કનુ ભરવાડે કીર્તિને રજૂઆત કરી હતી. કીર્તિ અને કનુ ભરવાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી ત્યારે કીર્તિના મિત્રે કનુ ભરવાડ પર જીવલેણ હુમલો કરી દીધો હતો તેવી વિગતો સામે આવી હતી.બાદમાં કીર્તિ પટેલની ધરપક્ડ કરવામાં આવી હતી અને કોર્ટે જામીન પણ નામંજુર કરી દીધા હતા.
કીર્તિ પટેલ મૂળ સુરેન્દ્રનગરની છે અને હાલ સુરતમાં ભાડાના મકાનમાં પોતાની મિત્ર સાથે રહે છે. કીર્તિ પટેલ ફેશન ડિઝાઈનર છે અને યુટ્યુબમાં અનેક વીડિયોમાં કામ કરે છે. કીર્તિ ટૂંકા ગાળામાં જ ટિક્ટોકમાં જાણીતો ચહેરો બની ગઈ છે.યુવક-યુવતીઓમાં કીર્તિ પટેલ ખુબ જ ફેમસ છે. અગાઉ પણ કીર્તિ પટેલ તેના વિડિયો ને કારણે વિવાદમાં આવી હતી.