healthIndiaInternational

કોરોના નું વિનાશક સ્વરૂપ: ચીન બાદ હવે ઇટાલીમાં એક દિવસમાં જ 49 ના મોત

કોરોના વાયરસે હવે આખી દુનિયામાં જાણે વિનાશ સર્જ્યો છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાયરસ અત્યાર સુધીમાં 90 થી વધુ દેશોમાં ફેલાયો છે. શુક્રવારે ઇટાલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 49 લોકોનાં મોત નીપજ્યાં. એક દિવસમાં કોરોનાથી થયેલાં મોતની આ સૌથી વધુ સંખ્યા છે. ઇટાલીમાં છેલ્લા બે અઠવાડિયામાં આ વાયરસથી મૃત્યુઆંક વધીને 197 થઈ ગયો છે.

કોરોનાથી અત્યાર સુધીમાં ચીનમાં સૌથી વધુ મોત થયા છે. બીજા સ્થાને ઇટાલી છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં આ ચેપના કુલ 4,636 કેસ નોંધાયા છે. જે ચીન, દક્ષિણ કોરિયા અને ઈરાન પછી સૌથી વધુ છે.

ઇટાલિયન સરકાર પણ નિરીક્ષણ કરી રહી છે કે કોરોનાનો ફેલાવો ઉત્તરથી થયો છે કે કેમ? પહેલા 10 દિવસ દરમિયાન ઘણા લોકોને ચેપ લાગ્યો હતો. હવે લોકો ઇટાલીમાં 22 જગ્યાએ આ ચેપનો ભોગ બની રહ્યા છે.શુક્રવારે ઇટાલીના લેઝિયોમાં કોરોનાથી એક ના મોત ના સમાચાર આવ્યા હતા. જો કે દક્ષિણમાં કોરોનાથી હજી સુધી કોઈનું મોત થયું નથી. બુધવારે બારી શહેરની આજુબાજુના પુગલિયાના દક્ષિણ-પૂર્વના વિસ્તારમાં એક વ્યક્તિને ચેપની પુષ્ટિ થઈ હતી.

વિશ્વભરમાં એક લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ 3300 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે બ્રિટનમાં આ ચેપથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ છે. અમેરિકામાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાનો સામનો કરવા માટે યુ.એસ.એ 6.3 અબજ ડોલરનું ફંડ જાહેર કર્યું છે.

ભારતમાં પણ ઈટાલીથી આવેલા પ્રવાસીઓને કારણે અનેક લોકોને ચેપ લાગ્યો હોવાની વાત સામે આવી છે. જો કે ભારત સરકાર કોરોના સામે લડવા કડક પગલાં લઈ રહી છે અને લોકોને જાગૃત કરી રહી છે. કોરોનાથી બચવા માટે લોકોએ પણ થોડા સમય માટે કાળજી રાખવી જોઈએ.જાહેર સ્થળોએ બિનજરૂરી ન જવું જોઈએ.માસ્ક નો ઉપયોગ પણ કરવો જોઈએ.