દિલ્હીમાં કાલથી લોકડાઉન: બોર્ડર સીલ, એરપોર્ટથી લઈને બસ સેવા બધું બંધ, લોકો ક્યારે ઘરની બહાર નીકળી શકે જાણો
કોરોના વાયરસના ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દેશના તમામ શહેરોમાં લોક-ડાઉન જેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. લોકોને તેમના ઘરે કેદ કરવામાં આવી રહ્યા છે ભારત જ નહીં વિશ્વના ઘણા દેશો ચીન, ઇટાલી, સ્પેન, લંડનમાં લોક-ડાઉનની સ્થિતિ સંપૂર્ણપણે જળવાયેલી છે.ત્યારે હવે દિલ્હી સરકારે કોરોના વાયરસના વધતા સંકટને કારણે દિલ્હીમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં લોકડાઉન 23 માર્ચના રોજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે, જે 31 માર્ચે બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ઘણી સેવાઓ બંધ રહેશે, પરંતુ જરૂરી સુવિધાઓ લોકો માટે ખુલ્લી રહેશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમે નથી ઇચ્છતા કે આ ચેપ ત્રીજા તબક્કા સુધી પહોંચે અને મૃત્યુની સંખ્યામાં ઘણો વધારો થાય. તેથી અમે આવતીકાલે લોકડાઉન કરવાની જાહેરાત કરીશું એટલે કે 23 થી 31 તારીખ સાંજના 6 વાગ્યા સુધી લોકડાઉન કરવામાં આવશે.
લોકડાઉનની જાહેરાત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે, પરંતુ ડીટીસીની 25 ટકા બસો દોડશે. લોકડાઉન દરમિયાન કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે નહીં. આમાં ખાનગી બસો, ટેક્સીઓ, રિક્ષાઓ અને ઇ-રિક્ષા પણ બંધ રહેશે.
દિલ્હીની દુકાનો, બજારો, ઓફિસો, ગોડાઉન બંધ રહેશે. દિલ્હીની સરહદ સીલ રહેશે, પરંતુ અન્ય રાજ્યોના વાહનોને શાકભાજી અને આવશ્યક ચીજો જેવા કે ખાદ્ય અને શાકભાજી લાવવાની છૂટ આપવામાં આવશે. લોકડાઉન દરમિયાન દિલ્હીમાં બાંધકામનું કામ પણ બંધ રહેશે. આ ઉપરાંત ખાનગી કચેરીઓ બંધ રહેશે.