કોરોના નો ખૌફ: પ્લેનમાં મુસાફરે છીંક ખાધી તો પાઇલોટ ઇમર્જન્સી ગેટમાંથી કૂદી ગયો
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર ની સ્થિતિ છે. કોરોનથી ડરી રહયા છે. જો કોઈ ઉધરસ-છીંક ખાય તો પણ આજુબાજુ ના લોકો ડરી હાય છે.આવી જ એક ઘટના પ્લેનમાં બની છે.એક મુસાફરે વિમાનમાં છીંક ખાધી હતી તો વિમાનનો પાઇલટ કોકપિટના ઇમરજન્સી ગેટ પરથી કૂદી ગયો.
આ ઘટના એર એશિયાની ભારતની પુણે-દિલ્હી ફ્લાઇટ I5-732 ની છે. શુક્રવારે વિમાનની અંદર અફરાતફરી મચી ગઈ જયારે માહિતી મળી કે એક કોરોના શંકાસ્પદ વ્યક્તિ વિમાનમાં મુસાફરી કરી રહ્યો છે. કારણ કે કોઈ મુસાફરને છીંક આવી હતી. આ સમાચાર મળતાની સાથે જ લેન્ડિંગ કર્યા બાદ પાઇલટ ઇમરજન્સી એક્ઝિટમાંથી કૂદી ગયો.
સામાન્ય રીતે પાયલોટ વિમાનની સામેના ગેટનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તેને ખબર પડી કે પહેલી લાઈનમાં બેઠેલા મુસાફરને છીંક આવી છે, ત્યારે તે ગભરાઈને કૂદી ગયો. આ પછી તમામ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે પાછલા દરવાજા દ્વારા તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
જે મુસાફરને છીંક આવી હતી તેને આગળના ગેટથી બહાર કાઢયો હતો. ત્યારબાદ તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી અને તે બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સલામતીના ભાગરૂપે લેન્ડિંગ બાદ વિમાન ને અલગ જગ્યાએ ઉભું રાખવામાં આવ્યું હતું.આ ઘટના બાદ એર એશિયા ભારતના પ્રવક્તાએ કહ્યું કે વિમાનને એન્ટી-ઇન્ફેક્શનથી સારી રીતે સાફ કરવામાં આવ્યું છે. અમારા ક્રૂ આવી ઘટનાઓ માટે સારી રીતે પ્રશિક્ષિત છે.