સરકારે મહિલાઓને સોપી જવાબદારી,મહિલાઓને એક એક માસ્ક બનવવાના મળશે 11 રૂપિયા…
કોરોના ની મહામારી વચ્ચે દેશ અને દુનિયા જ્જુમી રહી છે ત્યારે હજી પણ દિવસે દિવસે કેસ માં વધારો થતો જાય છે, સરકાર અને પ્રજાના કેટલાય પ્રયાસો છતાં પણ નિરાશાજનક પરિણામ મળી રહ્યું નથી.મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે આ જ અનુસંધાને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યની મહિલાઓને માસ્ક બનાવવાની મંજૂરી આપી દીધી છે.
અહી ઉલ્લેખનીય છે કે શિવરાજે શનિવારે જીવન શક્તિ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત, જે મહિલાઓ માસ્ક બનાવશે અને સરકારી સિસ્ટમ મુજબ નિયત સ્થળે જમા કરાવશે, તેમને દરેક માસ્ક માટે 11 રૂપિયા ચૂકવવામાં આવશે.
શિવરાજ સરકાર મહિલાઓને ઘરેલુ માસ્ક બનાવવા અને રાજ્યના લોકોને પહોંચાડવા માટે આ યોજના લઈને આવી છે. શિવરાજસિંહે કહ્યું કે માસ્ક બનાવવાથી મહિલાઓને ફાયદો થશે જ પરંતુ તેઓ પવિત્ર કાર્યમાં ભાગ લેશે.આ યોજનામાં પ્રથમ શહેરી વિસ્તારની મહિલાઓને તક મળશે. શહેરી વિસ્તારની મહિલાઓ 0755-2700800 પર કોલ કરીને પોતાની નોંધણી કરાવી શકે છે.
આ પછી, તેઓને મોબાઇલ પર જ સુતરાઉ કાપડના માસ્ક બનાવવાનો આદેશ આપવામાં આવશે.એક સ્ત્રીને એક સમયે ઓછામાં ઓછા 200 માસ્ક બનાવવાનો ઓર્ડર મળશે. તૈયાર કરેલા માસ્ક શહેરી બોડીમાં નોડલ ઓફિસર પાસે જમા કરવામાં આવશે. દરમિયાન, તેઓને પગાર પણ મળશે.