Corona VirusIndia

AIIMS ડિરેક્ટરનો મોટો ધડાકો: ભારતમાં જૂન-જુલાઈમાં કોરોના ના કેસમાં થશે જોરદાર વધારો, જાણો બીજું શું કહ્યું

એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોરોનાનાં કેસ જૂનમાં પીક લેવલે હશે. જો કે એવું નથી કે આ રોગ એક જ સમયમાં સમાપ્ત થઈ જશે. આપણે કોરોના સાથે રહેવું પડશે. ધીરે ધીરે કોરોનાનાં કેસો નીચે આવશે.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે લોકડાઉનનો લાભ થયો છે. લોકડાઉનને કારણે કેસમાં બહુ વધારો થયો નહીં. અન્ય દેશો કરતા ભારતમાં ઓછા કેસ છે. હોસ્પિટલોએ લોકડાઉનમાં તેમની તૈયારીઓ કરી લીધી છે. તબીબોને તાલીમ આપવામાં આવી છે. પી.પી.ઇ. કીટ, વેન્ટિલેટર અને જરૂરી તબીબી સાધનો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની તપાસમાં વધારો થયો છે.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કોરોના કેસ કેટલા સમય ચાલશે, કેટલો સમય ચાલશે, તે હવેથી કહી શકાય નહીં. પરંતુ તે ચોક્કસપણે છે કે જ્યારે ટોચ પર જશે ત્યારપછી જ ઘટવાનું શરુ થશે. આશા રાખીએ કે જૂન મહિનામાં જ્યારે કોરોના કેસો ચરમસીમાએ પહોંચે ત્યારપછી જ કેસમાં ઘટાડો થશે.

દેશમાં દરરોજ કોરોના વાયરસના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 52 હજારથી વધુ કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે. આની સાથે કોરોના વાયરસથી થતા મૃત્યુમાં વધારો થયો છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 1783 લોકોનાં મોત નીપજ્યાં છે.