International

USA: રસ્તા પર કોઈએ હજારો માસ્ક ફેંકી દેતા ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા, લોકોએ માસ્ક વીણવા પડાપડી કરી

કેલિફોર્નિયાના ફ્રીવે પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કોઈએ રસ્તાની બાજુએ સેંકડો ફેસ માસ્ક ફેંકી દીધા હતા.લોકોએ ગાડીઓ ઉભી રાખીને માસ્ક લેવા પડાપડી કરી હતી. હેવર્ડના કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલને બુધવારે બપોરે એક ફોન આવ્યો હતો કે ઇન્ટરસ્ટેટ 880 પર સફેદ પીકઅપ ટ્રક ચલાવતો એક અજાણ્યો શખ્સ રસ્તા પર માસ્ક ફેંકી રહ્યો છે.

રસ્તા પર કેટલા માસ્ક ફેંકાયા હતા તે સ્પષ્ટ નથી પણ લોકોએ લઈ લીધા બાદ પણ હજારો માસ્ક રસ્તા પર પડ્યા હતા.સાન ફ્રાન્સિસ્કોના કેટીવીયુ-ટીવીના અહેવાલમાં કહેવાયું કે માસ્ક અજાણતા ટ્રકમાંથી પડી ગયા હતા.હેડવર્ડ સીએચપીએ બુધવારે એક ફેસબુક પોસ્ટમાં લખ્યુ કે, “અનેક લોકો પોતાની કાર રોકી અને માસ્ક લેવા માટે કારની બહાર આવ્યા હતા.

ત્યારબાદ એક કલાક સુધી સફાઇ કરવામાં આવી જેમાં કેપીઆઈએક્સ-ટીવીએ જાણ કરી કે બે સીએચપી વાહનોએ ટ્રાફિક અટકાવ્યો જેથી રસ્તાની સફાઈ થઇ શકે.

સીએચપી હેવર્ડ કહ્યું કે એક્ટિવ હાઇવે પર તમારા વાહનની બહાર નીકળવું ક્યારેય સલામત નથી.કૃપા કરીને તમારી સલામતી માટે તમારા વાહનોમાં રહો.