World Health Organization ની ચેતવણી: કોરોના વાયરસ કદાચ ક્યારેય ન પણ જાય, આપણે HIV ની જેમ…
કોરોના: આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયાના સમૃદ્ધ દેશો પણ કોરોના સામે લડી નથી શક્યા ત્યારે હવે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દરેક દેશો કોરોના ની રસી બનાવવા છેલ્લા 4 મહિનાથી મહેનત કરી રહયા છે પણ કોઈને સફળતા મળી નથી.વિશ્વ આરોગ્ય સંગઠનના આપાતકાલીન વડાએ કહ્યું છે કે વૈશ્વિક રોગચાળો કેટલા સમયમાં અંકુશમાં આવશે તે કહેવું અસંભવ છે. ડોક્ટર માઇકલ રાયને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ” આ વાયરસ કદાચ ક્યારેય દૂર નહીં થાય.” તેમણે કહ્યું કે કોવિડ -19 થી સંક્રમિત લોકોની સંખ્યા હજી ઓછી છે.
તેમણે કહ્યું કે રસી ની શોધ નથી થઇ એટલે જે લોકોમાં આ વાયરસ સામે લડવાની શક્તિ ઓછી છે તેમને શક્તિ મેળવવામાં વર્ષો લાગી શકે છે.તેમણે કહ્યું આપણા સમુદાયમાં આ મહામારી વાયરસ બની શકે તેમ છે.
તેમણે કહ્યું કે એચ.આય.વી જેવા બીજા રોગો જે પહેલાં આવ્યા છે તે ક્યારેય ખતમ નથી થયા પરંતુ તેની સારવાર મળી આવી જેથી લોકો આ રોગ સાથે જીવી શકે. રાયને કહ્યું કે અપેક્ષા છે કે અસરકારક રસી આવશે પરંતુ હજી પણ તેને મોટી માત્રામાં બનાવવા અને તેને વિશ્વભરના લોકોને ઉપલબ્ધ કરાવવા માટે ઘણો સમય લાગશે.
ક્લિનિકલ ટ્રાયલ્સ સહિત, 100 થી વધુ સંભવિત રસીઓ વિકસિત કરવામાં આવી રહી છે પરંતુ નિષ્ણાતોએ કોરોનાવાયરસ સામે અસરકારક છે તે શોધવા માટેની મુશ્કેલીઓ પર ધ્યાન આપ્યું છે.રાયને કહ્યું કે ઓરી જેવી બીજી બીમારીઓ માટે પણ રસી અસ્તિત્વમાં છે પરંતુ તે બીમારીઓ પણ દૂર થઈ નથી.