ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી બાદ ચીન ઝૂકી ગયું અને માની લીધી આ વાત…જાણૉ વિગતે
છેલ્લા કેટલાય સમય થી આખી દુનિયા કોરોનાની મહામારી માં ફસાઈ છે,લગભગ દુનિયાના મોટા ભાગમાં કોરોનાનો કહેર છે ત્યાં આ કોરોનાની વચ્ચે પણ અમેરિકા અને ચીન હંમેશા ચર્ચામાં જ રહ્યા છે.ક્યારેક કોરોના લેબ માં બનાવેલો છે એવા આરોપો અમેરિકા ચીન પર કરતું આવ્યું છે.ત્યાં ચીન પણ સામે પ્રત્યારોપો કરતું આવ્યું છે.પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમેરિકા ચીનને ધમકીઓ આપી રહ્યું છે જો કે અમેરિકાની ધમકીઓ પછી ચીને પીછેહટ કરી હોય એવું સાફ લાગી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ચીને શુક્રવારે જ અમેરિકા સાથે કરાર કરવા અને કોરોના મહામારી સામેની લડાઇમાં સંપૂર્ણ રીતે સહયોગ આપવાની વાત કહી હતી. પરંતુ તમને એ પણ જણાવી દઈએ કેચીનનું આ નિવેદન ટ્રમ્પની ધમકી બાદ જ સામે આવ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે જ કહ્યું હતું કે તેઓ ચીન સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરી શકે છે. અને એ વાત તો સ્પષ્ટ હતી કે વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંબંધો છેલ્લા અમુક અઠવાડિયાઓમાં બહુ જ ખરાબ ચાલી રહ્યા છે. અહી ઉલ્લેખનીય છે કે જ્યારથી કોરોનાની મહામારી આવી છે ત્યારથી તો અમેરિકાએ ચીન પર વારંવાર વિશ્વને ભ્રમિત રાખીને વુહાન લેબમાંથી વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
તો આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ચીને કહ્યું છે કે આપણે બધાએ મળીને આ મહામારીને હરાવવી પડશે.તો અહી ઉલ્લેખનીય છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એવા ઝાઓ લિજિયને પણ એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું છે કે ચીન-અમેરિકા સંબંધોના વિકાસને ટકાવી રાખવા બન્ને દેશમાં લોકોના જ મૂળભૂત હિતમાં છે અને વિશ્વમાં પણ શાંતિ અને સ્થિરતા રહે એ માટે શાંતિ જરૂરી છે. એમને એવું પણ ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં ચીન અને અમેરિકાને મહામારી વિરુદ્ધ મજબૂત સહયોગ બનાવી રાખવો જોઇએ. જેમ બને તેમ ઝડપથી દર્દીઓને સ્વસ્થ કરીને ઇકોનોમી પ્રોડક્શન ફરી પાટા પર લાવવું જોઇએ. આ ત્યારેજ શક્ય બનશે જ્યારે અમેરિકા ચીન બંને દેશ સાથે કરાર કરશે.